શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદામાં “નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષપણે યોજાયો:
ગુજરાતના મુંખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વની સરકાર ધ્વારા બિનચેપી રોગો માટે સ્ક્રીનીંગથી સારવાર સુધીના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી “નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલા “નિરામય ગુજરાત” અભિયાન અંતર્ગત ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિંલાબરીબેન પરમાર, જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, રાજપીપલા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત આરોગ્ય કર્મીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કેમ્સ ખાતે “આરોગ્ય મેગા હેલ્થ કેમ્પને દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લો મુક્યો હતો.