દક્ષિણ ગુજરાત

મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું કરાયેલું ઇ-લોકાર્પણ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હસ્તે દેશની સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું કરાયેલું ઇ-લોકાર્પણ;

દેડીયાપાડા તાલુકા મથકે જ્યુડીશીયલ ઓફિસર્સ માટે નવા બંધાનારા ક્વાટર્સ-આવાસ સુવિધા માટે કરાયું ઇ-ખાતમુહૂર્ત;

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશશ્રી એમ.આર.શાહ, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટીશશ્રી અરવિંદકુમાર, ગુજરાતના કાયદો અને ન્યાય વિભાગના મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશશ્રીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સાંજે ગુજરાતની દેવભૂમી-દ્વારકાની ખંભાળીયા ખાતે તેમજ નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ ઉપરાંત વિવિધ તાલુકાઓના નવીન કોર્ટ બિલ્ડીંગ, ડિસ્ટ્રીક્ટ-ફેમીલી કોર્ટ બિલ્ડીંગ તેમજ અધિકારીઓ/કર્મચારીઓ માટેની આવાસ સુવિધા-ક્વાટર્સના ખાતમુહૂર્તનો વિવિધ ૪૧ સ્થળોએ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયેલા ઉક્ત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં કરજણ કોલોની સંકુલ ખાતે અંદાજે રૂા.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના ઇ-લોકાર્પણની સાથોસાથ જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે જ્યુડીશીયલ ઓફિસર્સ માટે નવા બંધાનારા ક્વાટર્સ-આવાસ સુવિધા માટે ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

રાજપીપલા મુખ્ય મથકે ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી એમ.આર.પટેલ, નર્મદા બાર એસોસીએશન પ્રમુખ સુશ્રી વંદનાબેન ભટ્ટ, સરકારી વકીલશ્રી જે.જી.ગોહીલ, મદદનીશ સરકારી વકીલશ્રી પી.એસ.પરમાર, એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી એમ.એસ. સિદ્દીકી, નર્મદા બાર અસોસીએશનના સેક્રેટરીશ્રી આદિલખાન પઠાણ વગેરે પણ આ લોકાર્પણ વિધિમાં જોડાઇને નવી કોર્ટ બિલ્ડીંગના મકાનની તકતીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા-તાલુકા ન્યાયાલયના ન્યાયાધીશશ્રીઓ, બાર એસોસીએશનના હોદ્દેદારશ્રીઓ, ધારાશાસ્ત્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, રાજપીપલા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી અને મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જ્યોતિબેન ગુપ્તા, માર્ગ મકાન, DGVCL સહિત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂા.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગમાં ૧૭ જેટલી વિવિધ કોર્ટ કાર્યરત થઇ શકે તેવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૩ માળ બાંધકામ સુવિધાઓ ઉભી કરાઇ છે. આ કોર્ટ બિલ્ડીંગ સ્પેશિયસ છે. ચેમ્બર્સની સુવિધા પણ સ્પેશીયસ છે. વકીલો માટે, મહિલા ધારાશાસ્ત્રીઓ માટે બાર રૂમ સુવિધા, મિડીયેશન સેન્ટર, દિવ્યાંગ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ નવીન કોર્ટ બિલ્ડીંગના વિશાળ સંકુલમાં વિશાળ પાયે ફળ-ફૂલ, ઝાડ અને ડેકોરેટીવ પ્લાન્ટ સાથે વૃક્ષારોપણ કરાયું છે. પામ ટ્ટી પણ રોપવામાં આવેલ છે, જેના ૯૦ ટકા વૃક્ષો જીવિત છે. આ સમગ્ર કામગીરીમાં જિલ્લા પ્રસાશનનો સહયોગ સરાહનીય રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है