દક્ષિણ ગુજરાત

માંગરોળ તાલુકાનાં મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસી નો કેબલ સળગી જતાં થયો ધડાકો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી માંગરોળ તાલુકાનાં ૪૦ કરતાં વધુ ગામોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે આશરે તેર જેટલાં એચટી લાઈનનાં વીજ ફીડરો ઉભા કરવામાં આવેલા છે. આ સબસ્ટેશનમાં ત્રણ જેટલાં ૬૬ કેવીની ક્ષમતા ધરાવતા ટ્રાસફોર્મરો ગોઠવવામાં આવેલા છે. જેમાં અલગ અલગ એચટી ફીડરોની લાઈનો જોડવામાં આવેલી છે. જેમાંથી છેલ્લા ત્રણ દિવસથી એક ૬૬ કેવી ટ્રાસફોર્મરમાં કોઈક ટેકનીકલ ખામીને કારણે એ ટીસી માંથી પાંચ જેટલાં એચટી લાઈનનાં ફીડરો જોડવામાં આવેલા છે. આ પાંચ એચટી લાઈનો ઉપર જે ગામોને જોડવામાં આવેલા છે. એ તમામ ગામોમાં વારંવાર ટ્રીપિંગ આવતું હતું. સાથે જ મળેલી માહિતી મુજબ મોસાલી વીજ સબસ્ટેશનમાં બ્રેકર સ્વીચોનો પણ પ્રૉબ્લેમ છે. આ તમામ હકીકતથી સબસ્ટેશનનો સ્ટાફ અને માંગરોળ DGVCL કચેરીનો સ્ટાફ વાકેફ છે. પરંતુ આ કામગીરી કરવાની જવાબદારી જેટકો ની હોય છે. છતાં જેટકો ના અધિકારીઓની બેદરકારીને પગલે સમયસર સ્મારકામ કરવામાં ન આવતાં આજે તારીખ ૧૦ મી નવેમ્બરના રાત્રીનાં ૮.૩૦ કલાકે મોસાલી વીજ સબસ્ટેશનમાં જોરદાર ધડાકો થતાં આ ટીસી ઉપરથી જે પાંચ એચટી ફીડરોનો જોડવામાં આવ્યા છે. એ તમામ વિજફીડરોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેમાં માંગરોળ ટાઉન વીજ ફીડર સહિત કુલ પાંચ વીજ ફીડરોનો સમાવેશ થાય છે. ધડાકા બાદ જેટકો અને DGVCL ના અધિકારીઓ અને સ્ટાફ દોડતો થઈ ગયો હતો. દશ વાગ્યે જેટકોની ટીમ મોસાલી ખાતે આવી પોહચી હતી, અને માંગરોળ, DGVCL નાં જુનીયર ઈજનેર હિરલભાઈ પટેલનાં નેતૃત્વમાં સબસ્ટેશન ખાતે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ જે ગ્રાહકોના મોબાઈલ નંબરો ગ્રાહક નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે, એ તમામને મેસેજ છોડી જાણ કરાઈ હતી કે ટેકનીકલ ખામીને પગલે વીજ પુરવઠો બંધ કરાયો છે. અને સંભવિત રાત્રીનાં ૧૧.૫૫ સુધીમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે.અત્રે યાદ આપવું જરૂરી છે કે ત્રણ દિવસથી સમસ્યા હતી તો કયા કારણોસર ત્વરીત કાર્યવાહી કેમ કરવામાં ન આવી? આજે થયેલાં ધડાકામાં કોઇ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાતે તો એ માટે જવાબદાર કોણ?  સુરત,DGVCL ની કોપરેટ ઓફીસના એમ.ડી.અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આ બનાવની તપાસ કરાવે અને જે જવાબદાર હોય એમની સામે કાયદે સરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વીજ ગ્રાહકોએ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है