શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા મોડેલ સ્કૂલ ખાતે સુરક્ષાસેતુ સોસાયટી નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અંગે તાલીમ અપાઇ;
આજે યુવતીઓ, મહિલાઓ સ્વરક્ષણ ની વિવિધ તાલીમ મેળવી પોતાની રક્ષા કરવાં સક્ષમ બની રહી છે,
દેડીયાપાડા ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા અને પોલીસ સ્ટેશન ડેડિયાપાડા સહયોગથી વિદ્યાર્થીઓ માટે આત્મરક્ષા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમ લગભગ 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થિની ઓને આત્મરક્ષાની વિવિધ કળા શિખવવામાં આવી હતી.
આ તાલીમમાં શાળા ના આચાર્યશ્રી ચૌધરી પ્રિયંકાબેન, શાળા ના શિક્ષક વિશાલભાઈ, મનોજભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પોતાની સ્વરક્ષા માટે ની તાલીમ નું મહત્વ સમજાવ્યું હતું.
તેમજ ચિરાગભાઈ, રાજેન્દ્રભાઈ, પ્રતિકભાઈ, નીતિનભાઈ મિત્રો દ્વારા આગામી 8 દિવસ માટે આત્મરક્ષા માટે ની તાલીમ આપવામાં આવનાર છે.