દક્ષિણ ગુજરાત

કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો નિર્માણ થતાં ગ્રામજનોમા આનંદની લાગણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આઝાદી ના 73વર્ષ પછી આજે  કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો નિર્માણ થતાં ગ્રામજનોમા આનંદની લાગણી;

કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયત નો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે:- સરપંચ નિરંજન વસાવા

આઝાદી ના 73વર્ષ પછી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગામના સરપંચ અને સરપંચ પરિષદ ગુજરાત દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. એ પહેલા અમારા ગામમા સારા રસ્તા નહોતા ગામનો વિકાસ થયો નહોતો. ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ તેમજ કાચો અને કીચડ વાળો રસ્તો હોવાથી અમારા ગામના લોકોને અને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી અને કોઈ બીમાર દર્દી હોય તો તેમને કુંવરપુરા જૂના ગામમાં 108 પણ જઈ શકે એવી પરિસ્થિતિ ન હતી જેથી કરીને ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108 ગામમા આવી શકતી નહોતી. હવે નવો રસ્તો બનતા કોરોનામા આરોગ્યની સુવિધા મળતી થઈ જશે. 

રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 70 વર્ષ દરમિયાન જે વિકાસના કામો થયા નથી, એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા સંગઠનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોના સહયોગથી આજે અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ જેવા વિવિધ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है