દક્ષિણ ગુજરાત

ઉમરપાડાના કેવડી ગામ ખાતે આવેલ એપીએમસી માર્કેટ સામે કોંગ્રેસના કાર્યકરોના  ધારણાનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગાંધીબાપુને યાદ કરી એમને પ્રણામ કર્યાં, કોંગ્રેસના કાર્યકરો કેવડી ખાતે આવેલી એપીએમસી માર્કેટની સામે કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ચાલુ લોકસભાના સત્ર દરમિયાન 3 કાયદા ભાજપની સરકારે બહુમતીથી પસાર કર્યા એ કાયદામાં ખેડૂતોનું હિત જળવાતું નથી, ખેડૂતો જે માલ પોતાના ખેતર માંથી ઉત્પાદન કરશે એ માલનું એપીએમસી બંધ થવાને કારણે ખેડૂતોનું યોગ્ય વળતર મળવાનું નથી, ખેડૂતો પોતાનો પાક વેચવા માટે દૂર દૂર સુધી જવું પડશે, અને આ માટે એમને અનેક ખર્ચાઓ ભોગવવા પડશે, દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ ખેડૂતોનો પાક ખરીદ છે ત્યારે મો માગ્યો તેમને ભાવ મળવાનો નથી, આવા કાયદાઓ રચીને ખેડૂતોને કમ્મર તોડી નાખવાનું કામ આ સરકાર કરી રહી છે, ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરોએ એપીએમસી માર્કેટની સામે આ કાયદાઓ રદ થાય અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે અને આ કાયદાઓ પસાર કર્યા છે ,ઍ તાત્કાલિક ધોરણે પાછા ખેચે તેવી કોંગ્રેસના કાર્યકરોની માંગણી છે, આ જગતના તાતને બચાવવાની ખૂબ જરૂર છે,ખેડૂતો આજે બચાવવાની જરૂર છે આ માટે ખેડૂતોની તરફેણમાં કોંગ્રેસ પાર્ટી આવી છે, બીજો એક બનાવ ઉત્તર પ્રદેશમાં હાથરસ ગામની જે ઘટના ઘટી એ ઘટનાને પણ કોંગ્રેસ પરિવાર વખોડી કાઢે છે, અને આવા કૃત્ય કરનાર જે આરોપીઓ છે એમને કડક માં કડક સજા થવી જોઈએ તથા અમારા નેતા રાહુલ ગાંધી હાથરસની મુલાકાતે જતા હતા ત્યારે એમની સામે જે યુપી પોલીસે જે ઘટના કરી છે, એની પણ અમે સખત શબ્દોમા વખોડી કાઢીએ છીએ અને આ પ્રસંગે રામસિંગભાઈ, હરીશભાઇ, નટુભાઈ વગેરે કાર્યકરો હાજર રહી ધરણાનો કાર્યક્રમ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है