શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા વિશ્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી:
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત નવી દિલ્હી અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જીલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૨૨ માર્ચ, ૨૦૨૧ના રોજ ‘વિશ્ર્વ જળ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય વિષય ‘જળ સંરક્ષણ’નો હતો. જેમાં કુલ ૫૫ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી ડો. એન. એમ. ચૌહાણ, પ્રિન્સીપાલ, પોલીટેકનીક કોલેજ, વ્યારાએ તાપી અને ડાંગ જીલ્લાની ખેતી અને કુદરતી સૌદર્યનો પ્રાણ જળ હોવાનું જણાવ્યું હતું. તેઓએ પાણી અને વાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની વાત કરવા સાથે કેવીકેનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને હાંકલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી ‘વિશ્ર્વ જળ દિન’ની અગત્યતા વિશે પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમનાં અતિથી વિશેષશ્રી શ્રી. પી. આર. ચૌધરી, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા તાપીએ ગાય આધારિત ખેતી તથા તેમાં મલ્ચીંગ અને ટપક પધ્ધતીનો ઉપયોગ કરી ઓછા પાણી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન
લેવા જણાવ્યું હતું.
કાર્યક્રમનાં મુખ્ય મહેમાનશ્રી શ્રી. એસ. બી. ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી-તાપીએ આઈ-ખેડૂત પોર્ટલ અને ખેતીવાડીની વિવિધ યોજનઓ વિશે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. તેઓએ આ યોજનઓનો અવશ્ય લાભ લેવા જણાવ્યું હતું. GGRCના અધિકારીશ્રી સંદીપ પંચાલએ જુદી-જુદી પિયત પધ્ધતીઓ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વિષે વિસ્તૃતમાં સમજ આપી હતી.
પ્રો. કે. એન. રાણા, વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન)એ જળ સંચયની વિવિધ પધ્ધતીઓ વિશે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત જળ શપથ લઈ આભારવિધી દ્વારા કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રો. કે. એન. રાણા, વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યું હતું અને એંકરીંગ ડો. ડી. એમ. પટેલ , વૈજ્ઞાનિક(બાગાયત)દ્વારા કરવામાં આવ્યું હતું.