રાષ્ટ્રીય

ઉખલદા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કક્ષાનો ‘એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

તાપી જિલ્લામા શ્રમદાન બન્યુ મહાઅભિયાન:

ગ્રામ્ય વિસ્તારના ૨,૮૮,૭૨૭ થી વધુ લોકોની જન ભાગીદારીથી શ્રમદાન દ્વારા અંદાજીત ૪૬ ટન જેટલો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો:

સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કક્ષાનો ‘એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો:

બ્લેક સ્પોટની સફાઇ બાદ ફરી ત્યા કચરો ન નાખવા અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવવા જાહેર અપીલ કરતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ, 

મંત્રીશ્રી સહિત મહાનુભાવો શ્રમદાનમા સહભાગી બની સુકો અને ભીનો કચરો અલગ કરી નિકાલ કર્યો: 

ગ્રામજનો, બાળકો,વડિલો સહિત જનમેદની શ્રમદાનમાં સહભાગી થયા:

તાપી: ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખલદા ગામના સાર્વજનિક હાઇસ્કુલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ આદિજાતિ વિકાસ, શ્રમ-રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

ઉખલદા ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છતાલક્ષી વિચારસરણીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, પહેલા આપણે સૌએ પોતાનું ઘર આંગણું ચોખ્ખું રાખવાની ટેવ રાખીએ તો આપણી શાળા, આપણું ગામ અને આપણો દેશ ચોખ્ખો રહેશે. તેમણે વડાપ્રધાનશ્રીનું વ્યક્તિત્વ સમગ્ર વિશ્વમાં અનેરૂ છે એમ જણાવી તેઓની પ્રેરણાથી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સુત્રની સાથે સ્વચ્છતાને માટે એક કલાક ફાળવવા આહવાન કર્યું છે ત્યારે તાપી જિલ્લામાં સ્વચ્છતાના શ્રમદાનમાં જનમેદની જોડાતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આજનો સફાઇનો કાર્યક્રમ આજ દિવસ પુરતો સિમિત ન રહે અને સ્વચ્છતાની ટેવને રોજિંદા વ્યવહારમાં વિકસાવવા ગ્રામજનોને ખાસ અનુરોધ કર્યો હતો.

આજરોજ તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૨,૮૮,૭૨૭ થી વધુ લોકોની જન ભાગીદારીથી શ્રમદાન દ્વારા અંદાજીત કુલ ૪૬ ટન જેટલો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નોન બાયોડીગ્રેડેબલ કચરા જેવા કે પ્લાસ્ટિક, કાચ, મેટલની વસ્તુઓ, ટાયર, વગેરેને નક્કી કરેલા કુલ ૪૧ રુટ પ્લાન મુજબ ગામવાર વાહનો દ્વારા કલેક્શન કરી વ્યારા નગરપાલિકા રીસોર્સ સેન્ટર પર મોકલવામાં આવ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” (SHS) અંતર્ગત તમામ ગામોના વિસ્તારોમાથી અંદાજીત ૫૪૬ જેટલા Black spots એટલે એવા સ્થળ જ્યાં સામાન્ય રીતે ગામમાં કચરો નાખવામાં આવે છે એવા સ્થળોની ઓળખ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી છે. 

તેમણે ગ્રામજનોને આ બ્લેક સ્પોટને સફાઇ બાદ ફરી ત્યાં કચરો ન નાખવા અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવા જાહેર અપીલ કરી હતી.

 વ્યારાની સીવીલ હોસ્પિટલ અંગે જાહેર જનતાને ગુમરાહ ન થવા અપીલ કરી ચોખવટ કરી હતી કે, આ હોસ્પિટલનું ખાનગીકરણ થવાનું નથી. હું પોતે આદિવાસી છું હુ કોઇ આદિવાસી સાથે અન્યાય ન થવા દઉં.:-મંત્રીશ્રી આદિજાતિ

આ સાથે એક કલાક શ્રમદાન આપવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. અને વિવિધ વિભાગની યોજના અંગે માહિતી આપતા તેમણે નાગરિકો માટે બનાવેલ પોતાના પોર્ટલ અંગે માહિતી આપી સૌને પોર્ટલના માધ્યમથી પોતાના પ્રશ્નો રજુ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, 2જી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિતે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા આ કાર્યક્રમ યોજાયો છે. તેમણે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ રજુ કરી સ્વચ્છતા અંગે શીખ મેળવવા અનુરોધ કર્યો હતો. 2014માં તમામ ગામોમાં શૌચાલય હોવું જોઇએ અને સ્વચ્છતા જાળવવા અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચળવળ શરૂ કરી હતી જે આજે એક મહાઅભિયાન બની સ્વચ્છતાની ભેટ સમગ્ર દેશને મળી છે.

પૂર્વ મંત્રી કાંતીભાઇ ગામીતે ગામીત ભાષામાં ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા પ્રરિત કરવાની સાથે જિલ્લા તંત્રની કામગીરીને પ્રોત્સાહિત કર્યા હતા. 

અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામાં ઉખલદા ગામે જિલ્લા કક્ષાના કાર્યકમ ઉપરાંત તમામ તાલુકાના વિવિધ બ્લેક સ્પોટ મળી કુલ-546 સ્થળોએ સામુહિક સફાઇ હાથ ધરી મહાશ્રમદાનનો કાર્યક્રમ વિવિધ મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. 

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ સહિત ઉપસ્થિત મહાનુભવો, બાળકો અને ગ્રામજનો દ્વારા સામુહિક સ્વચ્છતા શપથ લેવામાં આવી હતી. 

ઉખલદા સાર્વજનીક હાઇસ્કુલના પટાંગણમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવો શ્રમદાનમા સહભાગી બની સુકો અને ભીનો કચરો અલગ કરી નિકાલ કર્યો હતો. ઉખલદા પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની યશ્વી ચૌધરીએ સ્વચ્છતાનો સંદેશ રજુ કરી સૌને પોતાના ઘર અને આસપાસ સફાઇ કરી સ્વચ્છતા જાળવવા સંદેશ પાઠવ્યો હતો.

કાર્યક્રમના શરૂઆતમાં આર.સી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉખલદા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાથના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું. 

કાર્યક્રમના અંતે તાલુકા વિકાસ અધિકારીશ્રી વ્રજ પટેલ દ્વારા આભાર દર્શન અને અરવિંદભાઇ ગામીત દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇંચા.ડીઆરડીએ ડાયરેક્ટર સુશ્રી દિપ્તી રાઠોડ અને ડીઆરડીએની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 

આ કાર્યક્રમમાં પ્દ્મશ્રી રમીલાબેન ગામીત,અધિક નિવાસી કલેક્ટર શ્રી આર.જે.વલવી, જિલ્લા પ્રમુખ મયંક જોષી, ઉખલદા ગામના આગેવાનો વડિલો સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है