રાષ્ટ્રીય

વાંસદા ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ નું કરાયું આયોજન: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ નું કરાયું આયોજન: 

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંસદા દ્વારા રક્તદાન કેમનું કરાયું આયોજન.

વાંસદા : આજે તા.17 સપ્ટેમ્બર  એટલે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72 મો જન્મદિવસ,  આદરણીય વડાપ્રધાન ના  જન્મદિવસ નિમિતે ભાજપ યુવા મોરચા વાંસદા દ્વારા ટાઉનહોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  આજના રક્તદાન  કેમ્પમાં જેસીઆઈ વાંસદા રોયલ અને શ્રી સંભવ જૈન યુવક મંડળ ના સહયોગથી કરવામાં આવ્યું હતું.  ભાજપ યુવા મોરચા વાંસદા દ્વારા આયોજિત  સમગ્ર રક્તદાન કેમ્પમાં 72 યુનિટ એકત્ર કરવામાં આવ્યું   હતું.    આજના જન્મદિન ઉજવણી  કાર્યક્રમમાં  177 વિધાનસભાના પ્રભારી બાબુભાઈ જીરાવાલા, ગણપતભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાંવિત , ભાજપ વાંસદા પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,કમલ સોલંકી, ધનરાજસિંહ રાજપુત, રાકેશભાઈ શર્મા, સંજયભાઈ પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી, યશપાલસિંહ સોલંકી, વીરલભાઈ વ્યાસ , કૃણાલ શાહ, પ્રદ્યુમનસિંહ સોલંકી, ડોક્ટર લોચન શાસ્ત્રી, રસિકભાઈ ટાંક, બીના પુરોહિત, સંગીતાબેન ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ માં ભાજપા યુવા મોરચા વાંસદાના  અનેક કાર્યકર્તાએ ભાગ લીધો હતો.  શ્રી હોસ્પિટલ ની ટીમ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર આહવાના સહયોગથી પ્રધાનમંત્રી મોદીજીના 72 માં  જન્મદિવસની ઉજવણી 72 યુનિટ એકત્ર કરી ને  આજના દિવસને યુવા મોરચાના દરેક યુવાઓ અને કાર્યકર મિત્રો દ્વારા યાદગાર  બનાવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है