મધ્ય ગુજરાત

યુવા પત્રકાર ને ડૉ.એસ.રાધાકૃષ્ણ મેમોરિયલ માનવ બ્રેવરી એવોર્ડ-2022 થી સન્માનિત કરાયા :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ભરૂચ સુનીતા રજવાડી 

ડેડીયાપાડાના યુવા પત્રકાર ને ડૉ.એસ.રાધાકૃષ્ણ મેમોરિયલ માનવ બ્રેવરી એવોર્ડ-2022 થી સન્માનિત કરાયા;

ગુજરાતી, હિન્દી, ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી યામિની જોશીનાં હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા;

યુવા પત્રકાર એવા સર્જન વસાવા એ યુવા અવસ્થામાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે!!!

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરીષદ  દ્વારા વિવાન્તા તાજ હોટલ વડોદરા ખાતે “શિક્ષક દિન નિમિત્તે ” ડૉ. એસ.રાધા કૃષ્ણન મેમોરીયલ માનવ બ્રેવરી એવોડૅ-2022 નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં તેમજ પત્રકારત્વ ક્ષેત્રે લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હરહંમેશ ને માટે અન્યાય, શોષિત, વંચિતો ગરીબોની અભિવ્યક્તિ નો અવાજ મીડિયાના માધ્યમ થી તંત્ર સરકાર, લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાય કાર્ય સુપેરે પાડ્યા ભરૂચ સ્થિત  સેવાભાવી સામાજિક સંસ્થા આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સાથે જોડાઈને ગરીબ જરૂરિયાતમંદ લોકોને અનેક મદદરૂપ થઈ એક બખૂબી પણે સામાજિક કાર્ય કરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગારદા નાં યુવા પત્રકાર એવા સર્જન વસાવા એ યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેઓ લોકશાહી નો ચોથો જાગીર  તરીકે ઓળખાતા મીડિયા જગત માં સારી કામગીરી બદલ ડૉ. એસ.રાધા કૃષ્ણન મેમોરીયલ માનવ બ્રેવરી એવોડૅ-
2022 થી ગુજરાતી, હિન્દી, ભોજપુરી અભિનેત્રી યામિની જોશીનાં હસ્તે  સન્માનિત કરવામાં આવ્યા છે, અને આગળ પણ  ફિલ્મી સિતારાઓ દ્વારા ડૉ.બાબા સાહેબ નોબેલ એવોર્ડ, પ્રસંશા એવોર્ડ જેવા અનેક એવોર્ડ મેળવી સમાજ અને તાલુકા, જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ પ્રસંગે ભારતના જુદા જુદા રાજ્યો, અને જુદા જુદા જિલ્લાઓ માંથી આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ, તેમજ શિક્ષકો, ડોકટરો,પત્રકારો, સામાજિક કાર્યકરો તેમજ ગુજરાતી, હિન્દી ફિલ્મી કલાકારો સહીત અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है