મધ્ય ગુજરાત

આઝાદીના અમૃત મહોત્સવ  અંતર્ગત DoT ગુજરાત LSA દ્વારા વ્યાપક મોબાઈલ ટેસ્ટ ડ્રાઈવનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 

આઝાદીના અમૃત મહોત્સવ  અંતર્ગત DoT ગુજરાત LSA દ્વારા વ્યાપક મોબાઈલ ટેસ્ટ ડ્રાઈવનું આયોજન કરાયું:

મોબાઈલ ટેલિકમ્યુનિકેશન સેવાઓ દેશની વૃદ્ધિ અને તેના મુખ્ય ચાવીરૂપ ભાગ તરીકે ઉભરી આવી છે જે નાગરિકોના રોજિંદા જીવનનો આંતરિક ભાગ બની ગઈ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT) દ્વારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા પૂરી પડાતી સેવાઓ અને તેની ગુણવત્તા સેવાના ધોરણો અનુસાર છે એ સુનિશ્ચિત કરીને ખાતરી કરવામાં આવે છે. TSPs દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ સેવાઓની ગુણવત્તાનું સમયાંતરે ઓડિટ કરાવવાનું કામ DoTના ફિલ્ડ યુનિટ્સને સોંપવામાં આવ્યું છે અને તેમના દ્વારા દેશના પસંદગીના શહેરોમાં વ્યાપક મોબાઇલ ડ્રાઇવ ટેસ્ટ કરાવવામાં આવે છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા ગુજરાત LSA માં “આઝાદી કા અમૃત મહોત્સવ” સપ્તાહની ઉજવણી દરમિયાન તા. 14.10.2021ના રોજ ચારેય TSPs એટલે કે એરટેલ, BSNL, Jio અને વોડાફોન આઈડિયાની નેટવર્ક ટીમોનું નેતૃત્વ DoT અમદાવાદના અધિકારીઓ દ્વારા કરાયું હતું અને રાજધાની ગાંધીનગરમાં મોબાઇલ ડ્રાઇવ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડ્રાઇવ ટેસ્ટ રૂટમાં ભારે વપરાશ ધરાવતા લગભગ તમામ ક્ષેત્રોને જેમ કે ઓફિસ વિસ્તારો, વ્યાપારી વિસ્તારો, વ્યાપાર કેન્દ્રો, મુખ્ય રસ્તાઓ, હોસ્પિટલો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરેને આવરી લેવાયા હતા. આ ડ્રાઇવ ટેસ્ટ ઇસ્કોન સર્કલ અમદાવાદથી શરૂ કરીને એસજી હાઇવે થઇને ગાંધીનગર શહેરમાં અને પછી અમદાવાદ એરપોર્ટ પર સમાપ્ત થયો હતો. ડ્રાઇવ ટેસ્ટમાં આશરે 125 KMનો માર્ગ આવરી લેવાયો હતો,  અને આ ટેસ્ટનું આયોજન 7 નેટવર્ક માટે એટલે કે એરટેલ – 2 જી અને 4 જી, બીએસએનએલ – 2 જી અને 3 જી, જિયો 4 જી અને વોડાફોન આઈડિયા 2 જી અને 4 જી માટે કરવામાં આવ્યું હતું.

ડ્રાઇવ ટેસ્ટ શરૂ કરતા પહેલા, ગુજરાત રાજ્ય સરકાર સાથે એક બેઠક યોજાઇ હતી કે જેથી રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી મોબાઇલ કવરેજ અને ગુણવત્તા સંબંધિત મુદ્દાઓ ધરાવતા વિસ્તારો પર તેમના ઇનપુટ્સ પ્રાપ્ત કરી શકાય. DoT અમદાવાદના સિનિયર DDG શ્રી આર.કે. ચૌહાણે જણાવ્યું હતું કે ડ્રાઇવ ટેસ્ટના પરિણામોના આધારે જે સ્થળોએ મોબાઇલ ગુણવત્તા અને કવરેજ બેન્ચમાર્ક અનુસાર ન હતું ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ TSPs દ્વારા સુનિશ્ચિત કરાવવામાં આવશે.

છેલ્લા 18 મહિનામાં, કોવિડ -19 મહામારી હોવા છતાં, ગુજરાત LSA DoT દ્વારા શ્રેણીબદ્ધ ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (રોડ અને રેલ માર્ગ) અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है