બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

ન્યુઝ એન્કર અમીશ દેવગણ અને ડીબેટ પેનલીસ્ટો સામે દેશભરમાં જન આક્રોશ!

ન્યુઝ-18 ઇન્ડિયા ચેનલમાં ૭:૩૦ કલાકે આવતો લાઇવ ડીબેટ "આર-પાર મેં આજ સબસે નયી બહસ" પ્રોગ્રામ સામે દેશભરમાં વિરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી પ્રેસનોટ.

તાપી. વ્યારા, મદ્રેસા મદિનતુલ ઉલુમ એહેલે સુન્નત વલ જમાઅત   દ્વારા આજરોજ વ્યારા ખાતે પોલીસ સબ-ઇન્સ્પેકટરને સંબોધીને ન્યુઝ એન્કર અમીશ દેવગણ અને ડીબેટ પેનલીસ્ટો સામે  ફરિયાદ: FIR દાખલ કરવાં મુસ્લિમ બિરાદરોની આપીલ

ન્યુઝ એન્કર અમીશ દેવગણ અને ડીબેટ પેનલીસ્ટો સામે દેશભરમાં જન આક્રોશ ચાલી રહ્યો છે, મુસ્લિમ સમાજ દ્વારા ઠેરઠેર દાખલ થઇ રહી છે ફરિયાદો! ન્યુઝ-18 ઇન્ડિયા ચેનલમાં ૭:૩૦ કલાકે આવતો લાઇવ ડીબેટ “આર-પાર મેં આજ સબસે નયી બહસ” પ્રોગ્રામ સામે દેશભરમાં વિરોધ: જોકે સોસીયલ મીડિયા અને ન્યુઝ-18 ઇન્ડિયા ચેનલમાં એન્કર અમીશ દેવગણે થયેલ ભૂલને સ્વીકારીને માંગી હતી માફી  વિડીયો થયો  વાયરલ:

આજરોજ વ્યારા ખાતે  મદ્રેસા મદિનતુલ ઉલુમ એહેલે સુન્નત વલ જમાઅત   દ્વારા આજરોજ વ્યારા ખાતે પોલીસ સબ-ઇન્સ્પેકટરને સંબોધીને ન્યુઝ એન્કર અમીશ દેવગણ અને ડીબેટ પેનલીસ્ટો (૧) સુધાશું ત્રિવેદી (૨) ન્યુઝ-18 ચેનલનાં માલિક (૩) મોલાના અલી કાદરી (૪) તથાં ડીબેટમાં હાજર તમામ  સામે  ફરિયાદ દાખલ!   ફરિયાદમાં ભારતમાં બે  કોમ વચ્ચે દુશ્મનાંવટ ઉભી કરવાંનાં ઈરાદે તથાં દેશની અખંડતા,શાંતિ, એકતા તોડવા  જાણી જોઇને ઉભી કરેલી ડીબેટ સામે નોધાવ્યો વાંધો અને FIR દાખલ કરવાં ફરિયાદીઓની આપીલ.

મુસ્લિમ ધર્મ માટે સુફી સંત અને વૈશ્વિક શાંતિના દૂત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી અજમેરી વિશેની અપમાનજનક ટિપ્પણીને વખોડતાં જણાવ્યું છે કે, આધારભૂત સંદર્ભગ્રંથો, સાહિત્ય અને સૂફી આચરણ એ બાબતોનો પુરાવો છે કે,  સૂફીવાદ તેના સિદ્ધાંતો અને ગરીબ નવાજના ઉપદેશોએ કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર ભારત સહિત વિશ્વમાં નિસ્વાર્થ પ્રેમ, એકતા, અધ્યાત્મ, ક્ષમા, સમાનતા, શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ પહોંચાડ્યો છે, જેથી દેશ વિદેશ અને અન્ય ધર્મોના લોકો પણ એમને ખૂબ માનભરી દૃષ્ટિએ જુએ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है