દક્ષિણ ગુજરાતરાષ્ટ્રીય

નર્મદા જિલ્લાના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “Play at Home”વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

તા. ૨૩ નવેમ્બર થી તા.૧૧ ડિસેમ્બર,૨૦૨૦ સુધી “Play at Home”વિષય પરના ચિત્રો મોકલી શકાશે: 

રાજપીપલા:- રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના(કોવીડ-૧૯) ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૂર્તિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવુતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિઓ/વિડીયો ક્લીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવુત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રૂત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સયુંક્ત રીતે “Play at Home” કાર્યકમ અંતર્ગત એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમા ૮ થી ૧૩ (જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રેહ્શે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધા A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “Play at Home” વિષય પર પોતાની ક્રૂતિ તૈયાર કરી તા.૨૩/૧૧/૨૦૨૦ થી તા.૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, રૂન નં-૨૧૭ બીજે માળ, જિલ્લા સેવા સદન,નર્મદા (રાજપીપલા) ની કચેરીએ મોકલવાનું રહેશે.

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા. ૧૯/૧૨/૨૦૨૦ ના રોજ યોજાશે જેમા ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦૦/- દ્રિતીય વિજેતાને રૂ. ૧૫૦૦૦/- તૂતિય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકાર કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/UCzsiROvtHpN4rkensUaz-g પરથી મળી શકશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પી. એ. હાથલીયા તરફથી જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है