બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

દેશનાં દિગ્ગજ નેતા અને ભારતીય યુવા કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ:

રાહુલજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચના નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને યુવા કાર્યકરો દ્વારા આનોખી ઉજવણી કરવામાં આવી!

શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા સર્જનકુમાર વસાવા.

.

ભરૂચના નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને જિલ્લાના અન્ય કાર્યકરો દ્વારા આનોખી ઉજવણી કરવામાં આવી!  ઘણાં વિસ્તારોમાં કે વિભાગમાં અમુક નામ ને ઓળખની જરૂરત નથી હોતી:   ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધી બહુ મોટું નામ છે, પરંતુ તેમનાં જન્મદિને જાણીએ તેમની થોડી વાતો:  

રાહુલ ગાંધી  ભારતનાં દિગ્ગજ  રાજકારણી અને લોક લાડીલા નેતા  છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ૧૭ મી લોકસભાના સાંસદ સભ્ય, કેરળનાં વાયનાડ સીટથી છે. તે ઉપરાંત હાલમાં ભારતીય યુવા કૉંગ્રેસના અને ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ તરીકે સેવારત છે, ડિસેમ્બર 2017માં ગાંધી કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અલબત્ત તેઓ રાજીવ ગાંધી ફાઉંડેશન અને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ  છે. ગાંધીએ રોલિન્સ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, મુંબઇ સ્થિત ટેકનોલોજી આઉટસોર્સિંગ કંપની બૉપોસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરતા પહેલાં લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું. આજે તેમનાં જન્મદિન નિમિત્તે ભરૂચના નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અને નર્મદા રાજકારણનાં કદાવર યુવા નેતા, શેરખાન પઠાણ અને જિલ્લાના અન્ય કાર્યકરો દ્વારા આનોખી ઉજવણી કરવામાં આવી!

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજાણી  નિમિત્તે નેત્રંગમાં કોરોના મહામારીમાં સ્વબચાવ, સુરક્ષાનાં ભાગરૂપ લોકોને  માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યું  હતું  જેમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહીત અન્ય  યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.   ગ્રામીણ ટુડે ન્યુઝ રાહુલ ગાંધીને જન્મ દિવસની ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. ગત દિવસોમાં રાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં સંભવિત રીતે હજારોથી લાખોનો સંખ્યામાં  વધારો થયો છે. સારા અને સફળ નેતૃત્વમાં પક્ષ મજબુત થાય તેવી સુભેચ્છાઓ..

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है