દક્ષિણ ગુજરાત

EVM મશીન (BU-CU) અને VVPAT ની રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ફાળવણી બાદ રવાના કરાયા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ફાળવણી બાદ રવાના કરાયા;

નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ-૧૪૮ અને દેડીયાપાડા-૧૪૯ વિસ્તારની ચૂંટણીના મતદાન સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે શનિવારે પ્રથમ કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે હાથ ધરાયેલી રેન્ડમાઇઝેશનની કામગીરીમાં નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે કુલ-૩૫૪-CU, ૩૫૪-BU અને ૪૦૮-VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે દેડીયાપાડા વિધાનસભા માટે પણ ૩૬૫-CU, ૩૬૫-BU અને ૪૨૧-VVPAT ની ફાળવણી કરાઇ હતી. રેન્ડમાઇઝેશન દ્વારા કરાયેલી ઉક્ત ફાળવણી બાદ બન્ને મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓને તેનો રવિવારના રોજ હવાલો સોંપવામાં આવ્યો હતો. તેઓશ્રીને ફાળવાયેલા BU-CU-VVPAT નો હવાલો સંભાળી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના વિસ્તારમાં રવાના કર્યા હતા. જ્યાં તાલુકા મથકે આવેલા સ્ટ્રોંગ રૂમમાં સલામત રીતે મૂકવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है