દક્ષિણ ગુજરાત

સુરત જિલ્લાના ૨૧ તલાટીઓની કરાયેલી બદલી ૮ ને અપાયેલી બઢતી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીન, માંગરોળ કરુનેશભાઈ 

સુરત જિલ્લાના ૨૧ તલાટીઓની કરાયેલી બદલી ૮ ને અપાયેલી બઢતી: સુરત જીલ્લાનાં માંગરોળની તલાટીની જગ્યા આખરે  ભરાય:  રાજયમહામંડળના પ્રમુખને બઢતી અપાતા ખુશીની લાગણી: 
સુરત:  જિલ્લાના કેટલાક વિસ્તારોનો સુરતમહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતાં આ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓ ફાજલ પડ્યા હતા,

હવે ટુક સમયમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે,   ત્યારે સુરત જિલ્લામાં ૨૧ તલાટીઓની બદલી કરવામાં આવી છે,
તાલુકા મથક માંગરોળ ગ્રામ પંચાયતની જગ્યા પણ ખાલી હતી આ જગ્યા ઉપર ઉવર્ષીબેન બી.વાળદની નિમણુંક કરાઈ છે, જ્યારે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ ડી.આહીર સહિત ૮ તલાટીઓને વિસ્તરણ અધિકારી ( પંચાયત) તરીકે બઢતી આપવામાં આવી છે, જેમાં શ્રી આહીરને ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે નિમણુંક આપવામાં આવી છે, અન્ય એ.એન.પટેલ(કામરેજ)  એચ.એચ.મહેતા(માંગરોળ)  ડી.એલ.ઉપાધ્યાય (માંડવી)  બી.આર. મેસુરીયા (ઓલપાડ) એમ.ટી.પઢેરીયા (જિલ્લા પંચાયત,સુરત)  ડી.આર.ચૌધરી(પલસાણા)  વાય.પી.પાઠક( જિલ્લા પંચાયત,સુરત) ખાતે બદલી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है