દક્ષિણ ગુજરાત

સરકાર તરફથી આજથી છઠ્ઠીવાર વિના મૂલ્યે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનું વિતરણ શરૂ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકામાં ૫૦સસ્તા અનાજની દુકાનો (પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર) ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે.
છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, પ્રારંભમાં લોકડાઉનની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા અનેક કામ ધંધા અને મજૂરી કામો બંધ થઈ ગયા હતા.

આ સમયે બે ટાઇમનું ભોજન મેળવવા માટે મજૂરવર્ગ માટે ભારે મુશ્કેલ બન્યું હતું, તેવા સમયે સરકાર તરફથી ગરીબ મજૂરવર્ગ માટે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો મારફતે વિના મૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, આજ દિન સુધીમાં આજે છઠ્ઠી વાર વિના મૂલ્યે ગરીબ-મજૂર પરિવારોને અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે,  માંગરોળ તાલુકાના વીસ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને, તાલુકામાં કાર્યરત ૫૦ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ખાતેથી આજે વહેલી સવારથી જ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, આ અંગે નાયબ મામલતદાર પુરવઠા વિભાગના ગિરિષભાઈ પરમારે જણાવ્યું છે કે આ અંગેનો અનાજનો પુરવઠો ૫૦ દુકાનો ખાતે મોકલી આપવામાં આવ્યો છે, સાથે જ ગરીબ કાર્ડધારકોને વિના મૂલ્યે માસ્ક આપવા માટે પણ માસ્ક અત્રેની કચેરી ખાતેથી દુકાનદારને આપવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है