દક્ષિણ ગુજરાત

 વેપારીઓને દુકાનના લાયસન્સ આપવા માટે લીધેલાં પૈસા પડાવનારા બે ઠગો વિરુદ્ધ વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા બે ઠગ વિરુદ્ધ ગુનો દાખલ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડિયાપાડાના વેપારી ફરિયાદી ઝહીર અબ્બાસ મહેબુબ અલી જેમાણી રહે. દેડિયાપાડા, પારસી ટેકરા. તા. દેડિયાપાડા જિ. નમૅદાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે બંને આરોપીઓ ૧. હાર્દિક ભાઈ રમેશભાઈ માડણકર પટેલ, રહે. સી. /૪૦૪ સરિતા રેસીડંસી,નિકોલ નવા નરોડા રોડ, અમદાવાદ તથા ૨. મનોજભાઈ રમેશભાઈ મિસ્ત્રી રહે. બી. ૧૦૩ સરિતા રેસીડંસી નિકોલ નવા નરોડા રોડ, અમદાવાદ ફરિયાદીની દુકાને જઈ ગવર્નર મેનટ ઓફ ઈન્ડિયા લખેલાં લેવલ બોડૅ વાળી ગાડી સાથે આવી ફરિયાદીને સરકારી કર્મચારી તરીકેની ઓળખ આપી ફરિયાદી પાસે ફુડ લાઇસન્સ કઢાવવું પડશે, તેમ દબાણ કરી લાઇસન્સ પેઠે પેટે રૂપિયા ૧૦,૦૦૦/ તથા પેનલટીના રૂપિયા ૪૮,૦૦૦/ ના ભરવાં હોય તો પતાવટ માટે ખર્ચા પેઠે રૂપિયા ૧૦,૦૦૦/ મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦/ કઢાવી લઈ તેમજ ખોટી રસીદો નો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી તેમજ દેડિયાપાડાના બીજા વેપારીઓ સાહેદો/ દુકાન દારો ૧. સાબીર ચીકન સેન્ટર ફયાજ ભાઈ કુરેશી રૂપિયા ૧૦,૦૦૦/ ૨. પ્રિયા પ્રોવિઝન સ્ટોર કદમભાઈ અગૃવાલ રૂપિયા ૧૦,૦૦૦/ ૩. જય શ્રી કરિયાણા સ્ટોર રૂપિયા ૪૦૦૦/ ચેતન કિરયાણા સ્ટોર ૧૨,૫૦૦/ રોકડા ૫. ડી. જી. ફુટ એન્ડ કેક સ્ટોર રૂપિયા ૬૫૦૦/ પાસેથી પણ આ બંને ઠગોએ ફરિયાદી સાથે છેતરપિંડી કરી ઉપરોક્ત વેપારીઓ સાથે સરકારી નોકર તરીકે ઓળખ આપી લઈ ગયેલો છે. ફરિયાદી પાસે છેતરપિંડી કરીને કુલે રૂપિયા ૨૦,૦૦૦/ તથા બીજા ઉપર જણાવેલા દુકાન વાળાના કુલે રૂપિયા ૪૩,૦૦૦/મળી કુલ રૂપિયા ૬૩,૦૦૦/ પડાવી લઈ ગયેલાં છે.

ફરિયાદી તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. ગુનાહિત કાવતરું રચી કોઈ સરકારી અધિકારી કે કમૅચારી નહીં હોવા છતાં પોતાને સરકારી કર્મચારી તરીકે ઓળખાવી ધાક ધમકી આપી ખોટા બીલો બનાવી તેનો છેતરપિંડી કરવા સારુ ખરા તરીકે ઉપયોગ કરી નાણાં કઢાવી લઈ એક બીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઝહીર અબ્બાસ ભાઈ મહેબુબ અલી જેમાણીએ બંને ઠગો વિરુદ્ધ ફરિયાદ આપતા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ઈ. પી. કો. કલમ ૪૦૬,૪૨૦,૩૮૪,૪૬૫,૪૬૮,૪૭૧, ૧૭૦,૧૨૦ બી. ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને બંને ઠગ આરોપીની દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અજય ડામોરે પકડી પાડી અટકાયત કરી છે. આ બાબતે દેડિયાપાડાના કે. મોહન. આયૅ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ અધ્યક્ષ ભારત દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓનું નેટવર્ક ચાલે છે. અને કરોડો રૂપિયા ઉઘરાવાનુ કૌભાંડ ચાલી રહ્યું છે. જેની સઘન તપાસ થાય એવી માંગ થઈ છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા બંને ઠગોનો કોરોનાની તપાસ કરવા આવી હતી. દેડિયાપાડા, નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર અને અન્ય શહેરોમાં પણ આ ઠગ ટોળકી દ્વારા પૈસા ઉઘરાવવાનો ગોરખ ધંધો ચાલુ છે.એવી લોક ચર્ચા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है