
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વીજળીને લગતા પ્રશ્નો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ રાજપીપળા DGVCL ને પત્ર લખ્યો;
ખેડૂતો અને લોકોની વીજળી કરણ ને લાગતી અનેક રજુઆતો કરવામાં આવી, જેને ને તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવા કાર્યપાલક ઈજનેરશ્રીને વિદિત કરવામાં આવ્યા,
દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીનાં ગામોની ખેતીવાડી વીજ લાઈનો ની ૧૦૩૦ અરજીઓ છેલ્લા ૩ વર્ષ થી પેન્ડીંગ છે. જે તાત્કાલિક ધોરણે મંજુર કરી વીજ લાઈનો કરી આપવામાં આવે
દેડીયાપાડા તાલુકાની ખેતીવાડી વીજળીના રાત્રી શીડ્યુલમાં ફેરફાર કરી કિશાન સર્વોદય યોજના અંતર્ગત દિવસ
દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે, દેડીયાપાડા તાલુકાના ૧૨૦૦ અને સાગબારા તાલુકાના ૯૦૦ ચોરસ કી.મી. થી વધુ વિસ્તાર છે જેની સામે ગણ્યા ગાઠીયા સ્ટાફ માલુમ પડે છે. જેથી તાત્કાલિક ધોરણે પુરતા સ્ટાફ ની ભરતી કરવામા આવે
બન્ને તાલુકામાં ઘર વપરાશ વીજળીથી વંચિત લાભાર્થી ઓ અને ગામોનુ સર્વે કરાવી મીટરો આપવા અને જે પણ ગામોમાં ડીમ લાઈટ રહે તે ગામોમા ટી.સી.નો લોડ વધારવુ અથવા નવી ટી.સી ઓ મૂકી આપવામાં આવે.
ઝોન વાઈઝ નવા સબ સ્ટેશનો ઉભા કરી અન્ડરગ્રાઉન્ડ લાઈનો ની જગ્યાએ ખુલ્લી લાઈનો દરેક ગામો સુધી વીજ પુરવઠો પહોંચાળવા માં આવે તેમ રજુઆત કરતો પત્ર દક્ષિણ ગુજરાત વીજ કંપની ના કાર્યપાલક ઈજનેરશ્રી ને લખવામાં આવ્યો હતો.