દક્ષિણ ગુજરાત

વિલાયત GIDC કલરટેક્ષ કંપનીમાંથી ચોરાયેલ કેબલ વાયરનો મુદ્દામાલ રહાડપોર ગામેથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રનસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓ દ્વારા જીલ્લામાં વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા ગુનાઓ બનતાઅટકાવવા આપેલ સુચના આધારે.

પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલા એલ.સી.બી.ભરૂચના ઓનાં માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી, દરમિયાન એલ.સી.બી ટીમને મળેલ બાતમી આધારે રહાડપોર ગામે આશીયાના પાર્ક સોસાયટી માથી ચાર આરોપીઓને વીલાયત GIDCમાં આવેલ કલરટેક્ષ કંપનીમાં ચોરી કરી ઇન્ડિગો ફોરવ્હીલ ગાડીમાં ભરી લાવેલ કોપર તથા ધાતુના કેબલ વાયરનાં ટુકડા કુલ ૨૬૦ કિ.ગ્રા કિ. રૂ.૭૮૦૦૦/- ફોર વ્હીલગાડી સહીત કુલ મદ્દુામાલ કિં.રૂ ૨,૩૮,૦૦૦/- નો ઝડપી પાડી કાયદેસર કાયગવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે, અને વાગરા પો.સ્ટે.જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી:
(૧) અનવરઅલી અકબરલી રાયની હાલ રહે.મકાન નં. ૨૩/ડી આશિયાના પાર્ક રહાડપોર તા.જી
ભરૂચ મૂળ.રહે.હાજીજ્યોત તા.મનકાપુર થાના- ખોડાળે જી.ગૌંડા (ઉત્તરપ્રદેશ)
(૨) મહમદ ઝુબેર અબ્દુલ સબુર પઠાણ હાલ રહેવાસી રહાડપોર આશીયાના પાર્ક અનવરઅલીના
ભંગારનાં ડેલામાં તા.જી.ભરૂચ મૂળ રહે. નવરંગપુરા થાના- ઇટીયાથોક જી.ગૌંડા (ઉત્તરપ્રદેશ)
(૩) સારૂફ ઉર્ફે આશિફ અલીઅહેમદ પઠાણ હાલ રહેવાસી-રહાડપોર આશીયાના પાર્ક અનવરઅલીના ભંગારનાં ડેલામાં તા.જી.ભરૂચ મૂળ રહે. નવરંગપુરા થાના- ઇટીયાથોક જી.ગૌંડા (ઉત્તરપ્રદેશ)
(૪) તીલકરામ સુખઇ યાદવ હાલ રહેવાસી. રહાડપોર આશીયાના પાર્ક અનવરઅલીના ભંગારનાં ડેલામાં તા.જી.ભરૂચ મૂળ રહે- ચૌખળા તા. ડુમરીયાગંજ થાના.ઇટવા જી.સિદ્ધાર્થનગર(ઉત્તરપ્રદેશ)

કબ્જે કરેલ મદ્દુામાલ:
(૧) કોપર તથા ધાતુના કેબલ વાયરનાં  ટુકડા ૨૬૦ કિં.ગ્રા કિં રૂ.૭૮૦૦૦/-
(૨) ટાટા ઇન્ડિગો ગાડી GJ 16 AJ 4826 કિં રૂ.૧,૫૦,૦૦૦/-
(૩) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ કિં ૧૦,૦૦૦/-                                                            કુલ મદ્દુામાલ-૨,૩૮,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:                                                                                      પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા હેડ કોન્સ.ઇરફાન અબ્દુલ સદમ તથા સંજયદાન પરબતસંગ તથા પો.કો.કિશોરસિંહ વીરાભાઈ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है