દક્ષિણ ગુજરાત

રાજપીપલા ખાતે પોષણ માહ -૨૦૨૦ અભિયાન અંતર્ગત “મારો જિલ્લો બાળ લગ્ન મુક્ત્ત જિલ્લો” વેબીનાર યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

વેબીનારમાં બાળ – કલ્યાણ-સુરક્ષા સાથે સંકળાયેલા યોજાયેલા ૬૦
કર્મીઓ – પ્રતિનિધિઓએ લીધેલો ભાગ:

રાજપીપલા:- સમગ્ર દેશમા હાલમાં ૨૦૨૦ના માસમાં થઈ રહેલી પોષણ માહની ઉજવણી અંતર્ગત જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ-નર્મદાના સંયુક્ત ઉપક્રમે આજે રાજપીપલા ખાતે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડનાં અધ્યક્ષપદે “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” વેબીનાર યોજાયો હતો.
આ વેબીનારમાં દેશમા, રાજ્યમા, અને નર્મદા જિલ્લામાં બાળલગ્નની પરિસ્થિતિ અને પ્રમાણ, તેમજ ભારતમા બાળલગ્ન સાથે સંકળાયેલા વિવિધ કાયદાઓ, તેની જોગવાઈઓ, બાળલગ્નની આડ અસરો, તેના ગેરફાયદા વગેરે વિશે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એસ. વી. રાઠોડે વિસ્તુત જાણકારી સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ વેબીનારમા ગૃહ વિભાગ (Special Juvenile police unit,181 અભ્યમ), મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDC ના CDPO અને સુપરવાઈઝર, ONE STOP CENTRE), (Child Care Institute, Boys, Girls), બાળકો સાથે કામ કરતી જિલ્લાની અગ્રણ્ય સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ, સામાજીક આગેવાનો, વગેરે થઈને, કુલ ૬૦ થી વધુ લોકો જોડાયા હતા.

આ વેબીનારમાં શ્રી એસ. વી. રાઠોડે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો બાળલગ્ન જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી-નર્મદા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-નર્મદા દ્વારા પ્રચાર-પ્રસારની વિવિધ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગત વર્ષે ઓગસ્ટ ૧૯ થી ફેબ્રુ ૨૦ સુધીમાં ૨૦ થી વધુ બાળલગ્ન અટકાવવા માટેનાં જન જાગૃતિના કાર્યક્રમ હાથ ધરાયા હતા. પરંતુ કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં આ જનજાગૃતિનાં કાર્યક્રમમાં બ્રેક ન લાગે તે ઉદ્દેશથી આ કચેરી દ્વારા એક વર્ચ્યુઅલ અભિયાન છેડવામા આવ્યુ, “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” જેના અનુસંધાને જિલ્લાના યુવા વર્ગને બાળલગ્ન અભિષાપમાથી મુક્ત થવા તેમજ લક્ષિત જુથોને બાળલગ્નના ગેરફાયદા અને દુષણથી વાકેફ કરવા જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, ડી.એસ.પી.શ્રી તેમજ જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ અને આગેવાનશ્રી તેમજ જાગૃત નાગરિકો, અને સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાવર્ગને બાળલગ્નના દુષણને નકારે અને જિલ્લાને આ અભિષાપમાંથી મુક્ત થવા અપીલ કરવામાં આવે છે, આ યુનિક અને આગવા વર્ચ્યુઅલ અભિયાનમા લોકોને જોડાવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવે છે. આ બાબતે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા આ વર્ચ્યુઅલ અભિયાનથી ઘણા ફાયદા થયા છે, એક તો લોકો ને સીધા સંપર્કમાં આવ્યા વગર તેમજ વિના નાણાકીય ખર્ચ લોકો સુધી પંહોચી શકાય છે અને વધુમાં જે યુવા વર્ગ આ બાળલગ્નનાં દુષણનો ભોગ બને છે, તેઓ સુધી પંહોચવાનો આ સરળ રસ્તો બની ગયો છે.

આમ, સપ્ટેમ્બર માસ પોષણ માહ અભિયાન તરીકે ઉજવવામા આવી રહ્યુ છે, જે અનુસંધાને નર્મદામાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટે “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અભિયાન સમગ્ર માસ દરમિયાન ચલાવવામાં આવ્યુ છે. તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી- સહ- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નર્મદાની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है