
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે લઘુત્ત મતદાન થયેલ વિસ્તાર મા અવસર રથ ફેરવી મતદાન કરવાની સમજ અપાઈ.
અવસર રથ માંગરોલ તાલુકાના તરસાડી, કોસંબા, કોસાડી, મોસાલી, માંગરોલ, મહુવેજ, હથુરણ, ફેરવી લઘુત્તમ મતદાન વિસ્તાર મા મતદાર ને મતદાન કરવા સમજૂતી આપી હતી,
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ ચૂંટણી સુરત માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે, જે વિગતે વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ માં થયેલ મતદાનની ટકાવારી ધ્યાને લેતાં ભારતીય ચુંટણી પંચ દ્વારા લઘુત્તમ મતદાન થયેલ મતદાન મથકના વિસ્તારમાં અવસર રથ ફેરવવાનું નક્કી થયેલ છે. જે મુજબ નીચે જણાવેલ મતદાન મથકો ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ માં લઘુત્તમ મતદાન થયેલ મતદાન મથકના વિસ્તારમાં તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે અવસર રથ આવતા લઘુત્તમ મતદાન વિસ્તાર મા રથ ફેરવી દરેક મતદાર ને મતદાન કરવા જણાવેલ આ અવસર રથ સાથે પ્રિતેશભાઈ પાટીલ (ડ્રાઈવર ), કિસનભાઈ માવચી, ત. ક. મંત્રી માંગરોલ ગ્રામ પંચાયત, વિજયભાઈ પ્રજાપતિ બી એલ ઓ, પુનાભાઈ વસાવા, દિનેશભાઇ વઘાસિયા તેમજ મતદાર હાજર રહ્યા હતા અને સમજ આપી હતી આ અવસર રથ માંગરોલ તાલુકાના તરસાડી, કોસંબા, કોસાડી, મોસાલી, માંગરોલ, મહુવેજ, હથુરણ ફેરવી મતદાતા ને મતદાન કરવા સમજૂતી આપી હતી.
પત્રકાર: ઈશ્વરભાઇ સોલંકી માંડવી