દક્ષિણ ગુજરાત

મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે તેવી જ રીતે અંકલેશ્વર નાયબ અધિક્ષક ચિરાગ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ પી.આઇ. એફ. કે જોગલની સૂચના મુજબ મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને મળેલ બાતમીનાં આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ જયારે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અંકલેશ્વરનાં મહાવીર ટર્નિંગ પાસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર બે ઇસમો સવાર હતા તેમને રોકી તેમની તપાસ કરતાં તેમના નામ 1) વિજયસિંહ ઉર્ફે વીજુ ઉર્ફે સમીર ઉર્ફે જીતુ ઉદયસિંહ ઠાકોર, રહે પ્રતિન ચોકડી મૂળ રહે. પાલનપુર 2) રાજુ રામપ્રિત સહાની રહે. પ્રતિન ચોકડી વિસ્તાર મૂળ રહે. યુ.પી તેમની પાસેથી હીરો હોન્ડા, સી.ડી. ડીલક્ષ મોટરસાયકલ, હીરો કંપનીનું પેશન મોટરસાયકલ મળી કુલ રૂ. 30 હજારની કિંમતની મોટરસાયકલ પોલીસે જપ્ત કરી છે. આ બનાવમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનનાં બે વાહન ચોરીનાં ગુનાઓનો પર્દાફાશ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है