દક્ષિણ ગુજરાત

મકરાણા ગામે કાચા ઘરમાં આગજની, લાખોની ઘરવખારી બળીને ખાક: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા સર્જનકુમાર

મકરાણા ગામે કાચા ઘરમાં આગજની, લાખોની ઘરવખારી બળીને ખાક થઈ જવા પામી હતી. આગજની માં કોઈ જાનહાની નહિ થતાં રાહત.

સાગબારા તાલુકાના મકરાણ ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં અચાનક આગ લાગવા પામી હતી, નજર સામે આખું ઘર બળી ને ખાક કોઈપણ જાનહાની થવા પામી નથી.

નર્મદા જીલ્લાના સાગબારા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોએ રહેવું પડે છે ભગવાન ભરોસે! તંત્ર દ્વારા કોઈ આગવું પગલું નહિ ભરાઈ તો હજુ કેટલાં ઘરો થાશે સ્વાહા? 

જેમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થયેલ છે, દેડીયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆતો કરવા તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગના કાચા ઘર હોવાના કારણે આગ લગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. 

પ્રાપ્ત માહિતી મુજબ નાનાકાકડી આંબા ગૃપ ગ્રામ પંચાયતનાં મકરાણ ગામના વસાવા પારતુબેન મગનભાઈ શિવરામભાઈ જેમના ઘરમાં ભર બપોરે 12 વાગ્યા ની આસપાસ અચાનક આકસ્મિક રીતે આગ લાગતાં ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ તેમજ ઘરેણાં સહિત ખાવા-પીવાની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. અને સાથે જ વસાવા ઊર્મિલાબેન શિવરામભાઈનાં ઘરને પણ વિકરાળ આગે લપેટમાં લેતા તેમને પણ નુકસાન થયેલ છે.

પરિવારો અગ્નિ શામક તંત્રની રાહ જોઈ બેઠા છે! કાચું ઘર હોવાના કારણે ઘરમાં લાગેલી આગને કાબૂમાં લેવા મુશ્કિલ પડી રહી છે, અને લોકોનું કહેવું છે કે તંત્ર વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઇ યોગ્ય વળતર આપે, સાથે જ દેડીયાપાડા તેમજ સાગબારા નાં ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે એવું સ્થાનિકનું કહેવું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है