દક્ષિણ ગુજરાત

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે ઠેર-ઠેર ગંદકીનુ સામ્રાજય તંત્રની લાપરવાહી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરુચ સુનીતા રજવાડી 

નેત્રંગમાં ગૌમાતા પ્લાસ્ટિક ખાવા મજબુર બને છે:  નેત્રંગ નગર પંથકમાં રખડતા પશુઓ બાબતે ગૌમાલીકો અને ગૌરક્ષક સમિતિ મુક દર્શક: નેત્રંગ પંથકમાં રોગચાળા ફાટી નીકળવાનો ભય વચ્ચે જીવન જીવવા મજબુર લોકો:

કચરાનો જમાવડો રોડની સાઈટમાં રાહદારીઓને માટે ઉડતા પ્લાસ્ટિક અકસ્માતનું કારણ  અને સડેલાં વેસ્ટ કચરો માથાનો દુખાવો બન્યો ..  લોકો માટે રોડ પર ઠાલવેલો કચરો જોખમરૂપ:

નેત્રંગ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે ચારે બાજુ ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય ફેલાઇ જવા પામ્યું છે, હાલમાં થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ ઉજવવા આવ્યો પણ નેત્રંગમાં કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા મળતી નથી, તેમજ બજારનાં વેજ,નોનવેજનો કચરો તેમજ અન્ય કચરો પંચાયત દ્વારા કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા લોકો રોડની બાજુમાં કચરો નાખવા મજબુર બન્યા છે, લાલ મટોળી વિસ્તાર માં પણ રોડ પર ખૂબ મોટા પ્રમાણ માં કચરાનાં ઢગલા જોવા મળે છે, અને સ્વામિનારાયણ મંદિર નજીક જે ધાર્મિક સ્થળ છે, ત્યાં પણ ખુબજ મોટા પ્રમાણમાં કચરાનાં ઢગલા જોવા મળે છે, અને તાલુકા પંચાયત કચેરી પાસે પણ કચરાનાં ઢગલા જોવા મળે છે, અને કચરાનો જમાવડો રોડની સાઈટમાં રાહદારીઓ અને લોકો માટે જોખમરૂપ બન્યો છે ,જેના કારણે નેત્રંગ પંથકમાં રોગચાળા ફાટી નીકળવાનો ભય વચ્ચે જીવન જીવવા લોકો મજબુર બન્યા છે, તેમજ નેત્રંગમાં ગૌમાતા પ્લાસ્ટિક ખાવા મજબુર બની છે, જેના કારણે ગાયો નાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, આ બાબતે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવાં છતાં ઉપલા અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતમાં કોઈપણ રજૂઆત સાંભળવા તૈયાર નથી, સફાય અભિયાન કે સ્વચ્છતાના નામે લેવાતો વેરો અથવા ગ્રાંન્ટ ક્યાં ગઈ?

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है