દક્ષિણ ગુજરાત

ભરુચ શહેરમાં નંદેલાવ રોડ ઉપર આવેલ અલંકાર રો હાઉસમાં થયેલ પોણા ચાર લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ LCB:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ગત તા .૧૫/૧૦/૨૦૨૦ ના રોજ ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં નંદેલાવ રોડ ઉપર આવેલ અલંકાર રો હાઉસમાં ફરીયાદીના ઘરે કોઇ હાજર ન હોય તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી ઘરે તીજોરીમાં મુકેલ સોનાના દાગીના કુલ કિં રૂ ૩,૫૨,૮૦૦/- તથા લોકરમાં મુકેલ રોકડા રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩,૮૭,૮૦૦/- ની ચોરી કરેલ નાશી છુટેલ હતા જે અનુસંધાને ભરૂચ શહેર “ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૦૨૦૦૯૧૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭ ૩૮૦ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો . ઉપરોક્ત ગુના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ મિલ્કત સંબંધી ચોરીના ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલા એલ.સી.બી.ભરૂચ નાઓએ ઉપરોક્ત ગુના સંબંધે એલ.સી.બી.ભરૂચની ટીમને ગુનો શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ જેથી એલ.સી.બી. ટીમ ગુના સ્થળની તથા આસપાસની સોસાયટી વિસ્તારની મુલાકાત લઇ ટેક્નિકલ , સી.સી.ટીવી.સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા . જે પ્રયત્નોના આધારે એલ.સી.બી.ટીમને ઉપરોક્ત ગુનાના શંકાસ્પદ આરોપી વડોદરા શહેરમાં રોશનપાર્ક વિસ્તારમાં રહે છે . જેથી એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક વડોદરા મોકલી વડોદરા શહેર ફુલવાડી ચોકડી નજીકથી એક શંકાસ્પદ ઇસમને વધુ પુછપરછ કરવા અત્રે એલ.સી.બી.કચેરી લાવી તેની ગુના સંબંધે ઉંડાણપુર્વક પુછપરછ કરતા ભાંગી પડી આ ગુનો તેને કરેલ હોવાની કબુલાત કરતા કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ ભરૂચ શહેર ” બી ” ડીવી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી:-
( ૧ ) અર્ષદ મુસ્તાકઅલી પઠાણ ઉ.વ. – ૨૫ રહે , મકાન નં ૧૧૧ રોશન પાર્ક ડી કેબીન રોડ જુના છાણી રોડ નવા યાર્ડ વડોદરા

શોધી કાઢેલ ગુનાની વિગત:-
( ૧ ) ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે . પાર્ટ એ ૧૧૧૯૯૦૧૦૨૦૦૯૧૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭ ૩૮૦ મુજબ કજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા ૬,000 / – તથા મોબાઇલ નં -૧ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ / – મળી કુલ મુદામાલ કિંમત રૂપીયા ૩૬,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી પી.એસ.બરંડા તથા પો.સ.ઇ.વાય જી.ગઢવી તથા હેડ.કોન્સટેબલ અજયભાઇ , હિતેષભાઇ , સંજયદાન તથા પો.કો.મહીંપાલસિંહ , શ્રીપાલસિંહ , નરેશભાઇ , વિશાલ વેગડ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है