દક્ષિણ ગુજરાત

પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને મુદામાલ સાથે ઝડપી પાડતી SOG નર્મદા પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા સર્જનકુમાર

મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને મુદામાલ સાથે ઝડપી પાડતી SOG,નર્મદા પોલીસ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બોગસ તબીબ પ્રેક્ટિસ કરતાં ચીટરોમાં ફફડાટ મચી જવાં પામ્યો છે, 

નર્મદા SOG એ મોવી ગામ માંથી બોગસ ડોક્ટર ને મેડિકલ સામગ્રી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી ના ઇન્ચાર્જ પી.આઈ.એમ.બી.ચૌહાણ એ ટિમ સાથે મોવી ગામમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટર સુશાંતા શૈલેન્દ્રનાથ બાગચી,હાલ રહે.મોવી, મૂળ રહે પશ્ચિમ બંગાળ ને ગુજરાત મેડીકલ કાઉન્સીલ અમદાવાદનું એલોપેથીક મેડીકલ પ્રેકટીશ અંગેની મેડીકલ પ્રેકટીશ કરવા અંગેના પ્રમાણપત્ર ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો,દવાઓ ગેર કાયદેસર રાખી લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેકટીશ કરી મેડીકલ બેદરકારી ભર્યું કૃત્ય કરી રેઇડ દરમ્યાન એલોપેથીકની પ્રેકટીશ કરી એલોપેથીક સામગ્રી કિંમત રૂ.૧૪,૫૯૧ / – ના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है