દક્ષિણ ગુજરાત

નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ કર્યો લોકો સાથે અનેક ગામોમાં સંવાદ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા

ડાંગ : નવ નિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આજરોજ નાનાપાડા પ્રાથમિક શાળામાં તેમજ નાનાપાડા ગ્રુપ ગ્રામપંચાયત સમાવિષ્ટ આંબાપાડા આહેરડી, બોર દહાડ, શિવારીમાળ, કુમરબંધ ગામ નાં આગેવાનો ગ્રામજનો સાથે જનજાગ્રતને અગ્રસ્થાન આપી મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સાયબર તથા એક નાં ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમોમાંની ચુંગાલ માં ન ફસાવા તેમજ અન્ય કુરિવાજોનો ત્યાગ કરવા લોકો જાગૃતિ કેળવવામાં આવી હતી,   તેમજ નાનાપાડા ગ્રુપ ગ્રામપંચાયતનાં ગામોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અને વ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રશ્ન બાળકો તેમજ મહિલાઓને લગતી સમશ્યાઓ ની ખુલ્લાદિલે નિસંકોચ એ ચર્ચા કરવા ડાંગ જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી હતી હાજર ગ્રામજનોએ પણ ખુલ્લાદિલે વાતચીત કરી કોઈ પણ પ્રશ્ન ન હોવાનું જણાવી આ મુલાકાત કાર્યક્રમ ની આવકાર દાયક પહેલ ને હાજર બહેનો તેમજ ભાઈઓએ વખાણી હતી તેમજ પોલીસ ની કામગીરીથી ગ્રામજનોએ સંતોસ હોવાનો જણાવ્યું હતું,
આને મુલાકાતમાં ડાંગ પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ હાજર ડાંગ અકકપ્રેસ્સ દોડવીર મુરલી ગાંવિતનું બુકે વડે સન્માન કરી ડાંગનાં યુવાનોમાં કુદરતિ રીતેજ ફીટનેશ ખુબ સારી હોય પોલીસ, આર્મી, પેરામિલીટ્રી ફોર્સ, તથા રમત ગમ્મત ક્ષેત્રે ડાંગનાં યુવાનો પોતાનો માદરે વતન ડાંગ તેમજ દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી ડાંગનાં યુવાનોને ઉજ્જવલ કારકિર્દી બનાવવા સખત મહેનત કરવા આહવાન કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है