દક્ષિણ ગુજરાત

નર્મદા જીલ્લા કલેકટર દ્વારા એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા.૧૦,૪૩,૩૪૩/- ના લાખના ખર્ચેની એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ:


રાજપીપલા :- આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અનવ્યે રૂા.૧૦,૪૩,૩૪૩/- ના લાખના ખર્ચેની એમ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે જેનું ગઇકાલે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિત, બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર સુશ્રી મનીષાબેન વસાવા સહિત આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપીને એમ્યુલન્સ વાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે જિલ્લા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર સુશ્રી મનિષાબેન વસાવાને આરોગ્ય વાનની ચાવી અર્પણ કરી હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત રૂા. રૂા.૧૦,૪૩,૩૪૩/- ના લાખના ખર્ચની એમ્યુલન્સ વાન બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી છે, જે ખાસ કરીને ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં બોરીયાના ગામની માતાઓ, બાળકોને તેની સેવાનો લાભ મળશે તેની સાથોસાથ કોવીડ-૧૯ ની મહામારીમાં પણ એમ્યુલન્સ વાન ઉપયોગી બની રહેવાનું તેમણે ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है