દક્ષિણ ગુજરાત

ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને અનેક આગેવાનો દ્વારા રોડ પર પડેલ ખાડાઓ પુરી વિરોધ નોંધાવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ સુરત, નલીન ચૌધરી 

માંડવી ખાતે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને અનેક આગેવાનો દ્વારા રોડ પર ઠેર ઠેર  પડેલ ખાડાઓ પુરી વિરોધ નોંધાવ્યો અને ખાડાઓમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું,  રાજ્યમાં કોંગ્રેસ પ્રેરિત આવા  અનોખા વિરોધ  પ્રદર્શનો લોકોમાં ચર્ચાનો વિષય બન્યાં: 

સુરત જિલ્લા ના માંડવી ખાતે ધારાસભ્ય આનંદભાઈ  ચૌધરી દ્વારા વિસ્તારમાં રોડ પર પડેલ ખાડાઓનું પૂજન કરી રસ્તા પરનાં ખાડા ઓ જાતેજ પુરી સરકાર પર આંકડા પ્રહારો કરી આડે હાથે લીધી હતી. અને “રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો” જેવાં નારાઓ લગાવ્યાં હતાં અને એમ કરીને વિરોધ નોધાવ્યો હતો:   
રાજ્યમાં ઠેર ઠેર પડેલ ખાડાઓને પગલે ઠેર ઠેર સંગઠનો, રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ રીતે ખાડા ઓનો પગલે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યાં છે, અનેક રીતે વિરોધ પ્રદશન કરી સરકાર નો ધ્યાન ખેંચી રહ્યા છે, અને સરકાર ને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા, લોકો શારરીક અને આર્થિક નુક્શાન વેઠી રહ્યાં છે, જેને લઈ લોકો તોબા પોકારી ઉઠ્યા છે, એક તરફ વરસાદી પાણી ખાડા ઓમાં ભરાવા ને કારણે લોકો છે તે પટકાય રહ્યા છે અને પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે, જોકે આજ વાત ને લઈ વિવધ વિવધ સંગઠનો અને સાથે કોંગ્રેસ  પાર્ટી હવે મેદાને ઉતરી છે, અને વિવિધ કાર્યક્રમો આપી રહી છે, ખાડા પૂજન હોઈ, ખાડા માં વૃક્ષા રોપણ કાર્યક્રમ હોઈ, કે પછી ખાડા સાથે સેલ્ફી અનેક વિધ કાર્યક્રમો અને દેખાવો થઈ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે સુરત જિલ્લાના માંડવી ના ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ આનંદ ચૌધરી આજે જાતેજ અનેક સમર્થકો સાથે રોડ પર પડેલ ખાડાઓ પુરવા નીકળ્યા હતા, હાથ માં પાવડો અને તગાડું લઈ ધારાસભ્ય જાતેજ પોતાના કાર્યકરો સાથે પોતાના વિસ્તારમાં ખાડો પૂર્યા હતા, પ્રથમ તો ખાડાઓનું પૂજન કર્યું હતું, શ્રીફળ વધાવ્યું હતું અને ત્યાર બાદ ખાડાઓ પુરવાનું શરૂ કર્યું હતું, આ સાથે રોડ રસ્તા ના કામ માં ભરપૂર ભ્રષ્ટાચાર થાય તેમ આરોપ લગાવ્યા હતા સરકાર ને આડે હાથે લીધી, અને હજુ લડત વધુ ક્રિયાત્મક બનાવીને સરકારને ઊંઘ માંથી જગાડવાનો પ્રયાસ ચાલુ જરહશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है