દક્ષિણ ગુજરાત

દેડીયાપાડા પોલીસે મોસ્કુટ ગામની સીમમા જુગાર રમતા 4 ને ઝડપી લીધા,2 જુગારિયાઓ ફરાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડીયાપાડાના મોસ્કુટ ગામની સીમમા જુગાર રમતા 4 ને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય 2 જુગયારિયાઓ પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મોસ્કુટ ગામની સીમમા હારજીતનો જુગાર રમી રમાડી વસંત આરસિંગભાઇ વસાવા રહે-  મોસ્કુટ નંદલાલ ખાતરીયાભાઇ વસાવા રહે- જુના ઉમરપાડા જી-સુરત,ઉમેશ રમેશભાઇ વસાવા રહે.જુના ઉમરપાડા જી. સુરત, તેમજ મથુર ખાલપાભાઇ વસાવા રહે-ઉમરાણ તા-ડેડીયાપાડા રેડ દરમિયાન ઝડપાઇ ગયા હતા, તેમની અંગ ઝડતી માથી રોકડા રૂ.૨૩૨૦/- તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂ.૨૦૦/- મળી કૂલ રોકડા રૂ.૨૫૨૦/- ના મુદ્દામાલ ઝડપી લીધા હતા, જ્યારે પરેશ સોનીયાભાઇ વસાવા રહે- મોસ્કુટ તા-ડેડીયાપાડા અને દિપક દિનેશભાઇ વસાવા રહે- ઉમરાણ તા-ડેડીયાપાડા પોલીસ ની રેઈડ દરમ્યાન નાસી છૂટ્યા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है