દક્ષિણ ગુજરાત

 દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે નર્મદા જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન (સિવિલ)નંબર ૭૨૮/૨૦૧૫ અન્વયે તા.૨૩/૧૦/૨૦૧૮, ૩૦/૧૦/૨૦૧૮ તથા તા.૩૧/૧૦/૨૦૧૮ના ચુકાદા મુજબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક /હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડા ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નર્મદા જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવાની જરૂરીયાતને લક્ષમાં લઇ નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ની (૧૯૭૪ના નં.૨)ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૯/૧૧/૨૦૨૦ થી તા.૩૦ /૧૧/૨૦૨૦ સુધી નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે હુકમ ફરમાવ્યો છે.

તદ્ઉપરાત, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) (Series Cracker or Laris) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESO” ની સુચના પ્રમાણેનું માર્કીંગ હોવુ જરૂરી છે.

તેવીજ રીતે હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ – કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી અને ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં.

લોકોને અગવડ ઉભી ન થાય, કોઇ પણ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે નર્મદા જીલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલ.પી.જી, બોટલીંગ પ્લાંટ, એલ.પી.જી ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકશે નહીં. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ/ આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકશે નહીં.

આ જાહેરનામાનો અમલ તા. ૯ /૧૧/૨૦૨૦ થી તા.૩૦ /૧૧/૨૦૨૦ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है