દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લામાં તંત્ર સતત એલર્ટ મોડ ઉપર રહી તમામ કામગીરી ગુણવત્તા યુક્ત અને તાત્કાલિક પૂર્ણ કરી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત

તાપી જિલ્લામાં તંત્ર સતત એલર્ટ મોડ ઉપર રહી તમામ કામગીરી ગુણવત્તા યુક્ત અને તાત્કાલિક યુદ્ધ ના ધોરણે  પૂર્ણ કરી રહ્યા છે.:- કા.પા.ઇ મનીષ પટેલ

તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના કેટલાક રસ્તાઓને થયેલા નુકશાનને યુદ્ધના ધોરણે સમાર કામ કરી જનતાને હાલાકીથી ઉગાર્યા :

વ્યારા – તાપી તા.18: ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયા છે. તાપી જિલ્લામાં એકંદરે સારો વરસાદ રહેતા તંત્ર સતત એલર્ટ મોડ ઉપર રહી સતત કાળજી રાખી રહ્યા છે.


તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇ મનીષ પટેલ આ અંગે જાણકારી આપતા જણાવે છે કે, તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તક સ્ટેટ અને પંચાયતના કેટલાક રસ્તાઓને નુકશાન થયેલ હતું. જે નુકશાન તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ગુણવત્તા સાથે પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જયારે પણ આવો ભારે વરસાદ આવે અને કપરી પરિસ્થિતી ઉભી થાય ત્યારે અમારા વિભાગ તરફથી આ કામગીરીને પ્રાધાન્ય આપી તાત્કાલીક કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. જિલ્લામાં તંત્ર સતત એલર્ટ મોડ ઉપર છે. કોઇ પણ કપરી પરિસ્થિતીને પહોચી વળવા કટીબધ્ધ છે. ”
ઉપરાંત તાપી જિલ્લામાં હાલ રસ્તાઓ પર સુચારુ વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે વેટમીક્ષ તથા જી.એસ.બી. મટેરીયલ દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિમાં છે તેમજ વરસાદી વાતાવરણ ખુલતા ડામરપેચ તથા પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. સોનગઢ ઉકાઈ શેરુલા રોડ કી.મી. ૨/૮ થી ૧૮/૫,તાલુકા સોનગઢ તથા ઉચ્છલ નિઝર રોડ કિમી. ૩૯/૦ થી ૭૪/૪ તાલુકા નિઝર પર રસ્તાની સપાટીને નુકશાન થયેલ જેના પર વેટમીક્ષ તથા જી.એસ.બી. પેચની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.


આ સાથે ઉચ્છલ તાલુકાના જામકી હોળી ફળિયા રોડ, ભીતખુર્દ થી ઢોલીઉંમરા રોડ, વ્યારા તાલુકાનો કપડ્બંધ એપ્રોચ રોડ, સોનગઢ તાલુકાનો શ્રાવણીયા આમથવા સેલઝર રોડ, કાંટી એપ્રોચ રોડને તાત્કાલિક ધોરણે રીપેર કરી ગ્રામજનો મટે ખુલ્લો મુકવામાં આવેલ છે.
તાપી જિલ્લાના કેટલાક રસ્તાઓને ભારે વરસાદના પગલે નાના-મોટા નુકશાન થયુ હતું જેનું તાત્કાલીક ધોરણે સમારકામ કરી તંત્રે જાહેર જનતાને થોડી પણ હાલાકી પડવા દીધી નથી. જેના માટે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, 24 કલાક કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર ટીમ અને તાપી જિલ્લા તંત્ર તમામની સરાહના કરવી યોગ્ય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है