દક્ષિણ ગુજરાત

ડેડીયાપાડાના પાટવલી ગામેથી નર્મદા એલ.સી.બી.એ ૪૩,૨૦૦/-ના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડીયાપાડાના પાટવલી ગામેથી નર્મદા એલ.સી.બી.એ ૪૩,૨૦૦/-ના ઈંગ્લીશ દારૂ સાથે એકને ઝડપી પાડ્યો: પ્રોહીબિશનના ગણના પાત્ર કેસ શોધી કાઢતી નર્મદા એલ.સી.બી.

નર્મદા પોલીસ વડા હિમકર સિંહ નાઓએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા માટેની અસરકારક
કામગીરી કરવા કડક નિર્દેશો અને સુચના આપેલી હતી.

આ નિર્દેશોના પગલે એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત પો.સ.ઇ.
એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન અ.હે.કો. મણીલાલ ઘેરીયાભાઇ બ.નં. ૫૫૫નાઓને સંજયભાઇ રામસીંગભાઇ વસાવા રહે. પાટવલી તા.ડેડીયાપાડાનાઓ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે એલ.સી.બી. પો.સ.ઇ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે પાટવલી ગામ ખાતે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કવાટરીયા નંગ-૪૩૨ કિ.રૂ. ૪૩,૨૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી સંજયભાઇ રામસીંગભાઇ વસાવાને ઝડપી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમો સામે સખ્ત પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાના સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है