દક્ષિણ ગુજરાત

ડાંગ જીલ્લાના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પોતાનું ઓળખ કાર્ડ મેળવવાં પોર્ટલ પર અરજી કરવાં અનુરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લાના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની ઓળખ જાતિ અંગેનુ પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો અનુરોધ ;

આહવા: તા: ૨૯: ડાંગ જિલ્લાના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને તેમની જાતી અને ઓળખ માટેનુ પ્રમાણપત્ર મળી શકે, તે માટે વેળાસર ઓનલાઈન અરજી કરી દેવાનો અનુરોધ કરાયો છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, આહવા તરફથી મળેલી એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, ભારત સરકારના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર (National Portal for Transgender Persons) પર્સનમા નિયત નમુનામા અરજી કરવાનો અનુરોધ કરાયો છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે www.transgender.dosje.gov.in વેબસાઈટ ઉપર પોતાની ઓળખના પુરાવા માટે રૂ.૫૦ ના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વિગેરે દસ્તાવેજો રજુ કરવાના રહેશે. આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન સંકુલ, આહવા-ડાંગ (ફોન નંબર ; ૦૨૬૩૧-૨૨૦૬૨૯) ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है