દક્ષિણ ગુજરાત

ડાંગના વિકાસને નવી દિશા: આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા પંચાયત ભવનનું ગૃહપ્રવેશ અને લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.28.13 કરોડના નવ નિર્મિત ડાંગ જિલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના વિકાસને નવી દિશા: આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા પંચાયત ભવનનું ગૃહપ્રવેશ અને લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.28.13 કરોડના નવ નિર્મિત ડાંગ જિલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : દક્ષિણ ગુજરાતમાં આંતરમાળખાકીય અને પ્રજાલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજરોજ ‘વિશ્વ પર્યાવરણના દિને’ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સુરત ખાતે થી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓને અંદાજીત રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ ૮ વિભાગોના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. જેમાં આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતમાં આહવા ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૨૮.૧૩ કરોડના ખર્ચે નવ નિર્મિત થયેલ ‘ડાંગ જિલ્લા પંચાયત ભવન’ આહવાનું ઈ-લોકાર્પણ બાદ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો.

ડાંગ જિલ્લા પંચાયતના અધ્યતન સુવિધાઓ યુક્ત નવ નિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે ડાંગ જિલ્લાને જિલ્લા પંચાયતના નવા મકાનની ભેટ આપવા બદલ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે દેશના વડાપ્રધાનશ્રી તેમજ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યની સંવેદનશીલ સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી છેવાડાના લોકો સુધી વિકાસ પહોચાડવા પ્રતિબ્ધ્ધ છે. સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં શ્રી પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.

વધુમાં ડાંગમાં લોકોને પીવાનું પાણી ઘર ઘર મળી રહે તે માટે તાપી આધારિત ૮૬૬ કરોડની યોજનાની કામગીરી ચાલી રહી છે. સિંચાઈ આધારિત ખેતીમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અને ડાંગનું પાણી ડાંગમાં રોકવા માટે જિલ્લાની પાંચેય નદીઓ ઉપર નાના ડેમો બનાવવામાં આવનાર છે. હાલ ઘોઘાલી ઘાટમાર્ગમાં સિરીઝ વાઇસ કુલ રૂપિયા ૫૭. ૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર પાંચ વિયરો બનાવવામાં આવી રહ્યાં છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને સુવિધાઓ મળી રહે તે માટે ત્રણેય તાલુકાઓમાં કોલેજ મંજૂરી સાથે જ અધ્યતન લાઈબ્રેરી ઊભી કરવામાં આવનાર છે. તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતે જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે નવનિર્મિત થયેલ મકાનનો લાભ સૌ જિલ્લાના લોકોને મળશે તેમજ પદાઘીકારીઓ અને અધિકારીઓને સુમેળ થી કાર્ય કરવું અનિવાર્ય છે તેમ તેઓએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયતના નવ નિર્મિત ભવન થી લોકોને અધ્યતન સુવિધાઓ મળી રહેશે તેમજ છેવાડાના લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચશે સાથે જ અધિકારીઓના કાર્યક્ષમતામાં વધારો થશે તેમ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારે પોતાના પ્રાંસગિક વકતવ્યમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયત ભવનનો પ્રોજેક્ટ પરિચય: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ ડાંગ દ્વારા રૂપિયા ૨૮. ૧૩ કરોડના ખર્ચે નિર્મિત થયો છે.

ડાંગ જિલ્લાના આહવા ખાતે નવા જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ ડાંગ જિલ્લા વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા અને જાહેર સેવાઓના કાર્યક્ષમ અમલીકરણને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલ પ્રતિષ્ઠિત વહીવટી માળખાકીય વિકાસ પ્રોજેક્ટ છે. નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવન એક આધુનિક વહીવટી સંકુલ છે, જેમાં બેઝમેટ સહિત જી+4 માળનું મુખ્ય કચેરી ભવન આવેલ છે.

મકાનની મુખ્ય સુવિધાઓ:

બેઝમેટ સુવિધાઓ, (Administrative Facilities)

બેઝમેન્ટ સહિત જી+4 માળનું મુખ્ય કચેરી ભવન, તમામ જિલ્લા પંચાયત કચેરીઓ એક જ પરિસરમાં, મુખ્ય કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, બે મિની કોન્ફરન્સ હોલ, આધુનિક ફર્નિચર, ઇન્ટરનેટ અને આઈટી સુવિધાઓ

જનસુવિધા અને સુલભતા

બે પેસેન્જર લિફ્ટ, ચાર સીડીઓ, દિવ્યાંગજનો માટે અવરોધમુક્ત પ્રવેશ વ્યવસ્થા, નાગરિકમૈત્રી અવરજવર સુવિધાઓ

પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન

બેઝમેન્ટ પાર્કિંગ સુવિધા, 50થી વધુ વાહનો માટે ગ્રાઉન્ડ પાર્કિંગ, વીઆઈપી મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગ, આંતરિક સીસી રોડ નેટવર્ક

પર્યાવરણ અને લેન્ડસ્કેપ વિકાસ:

સુવ્યવસ્થિત બગીચા અને હરિયાળી વિકાસ, લેન્ડસ્કેપિંગ કામગીરી, સ્ટ્રીટ લાઈટિંગ વ્યવસ્થા, સ્વચ્છ અને આકર્ષક પરિસર વિકાસ

સુરક્ષા અને આધારભૂત માળખાકીય સુવિધાઓ: સુરક્ષા કેબિન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, રિટેઇનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, અન્ય સહાયક માળખાકીય સુવિધાઓ

વિશિષ્ટ સુવિધાઓ: વીઆઈપી કેન્ટીન સુવિધા, અધિકારીઓ અને મુલાકાતીઓ માટે અનુકૂળ બેઠક વ્યવસ્થા, આધુનિક સંકલિત વહીવટી માળખું

પ્રોજેક્ટનું મહત્વ: નવ નિર્મિત જિલ્લા પંચાયત ભવન ડાંગ જિલ્લાના વહીવટી અને માળખાકીય વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સુશાસનને વધુ મજબૂત બનાવવો, વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરવો અને આદિવાસી વિસ્તારના નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

આ એકીકૃત વહીવટી સંકુલ વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે તથા વિકાસલક્ષી યોજનાઓ અને લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓના અસરકારક અમલીકરણ માટે આધુનિક સંસ્થાકીય માળખું પૂરું પાડશે. આ પ્રોજેક્ટની સફળ પૂર્ણતા રાજ્ય સરકારની આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉ માળખાકીય વિકાસ તથા સર્વસમાવેશક વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજુભાઈ ગામિત, ઉપ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વેશ્રી મંગળ ગાવિત, શ્રી સ્નેહલભાઈ ઠાકરે, શ્રી શંકરભાઈ, શ્રીમતી કમળાબેન રાઉત, શ્રીમતી શ્રદ્ધાબેન, શ્રીમતી યોગિતાબેન સહિતના જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિત જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી.તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિત જિલ્લા પંચાયતના વિવિધ શાખાના વડાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોના હસ્તે “એક પેડ મા કે નામ ૩.૦” અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है