દક્ષિણ ગુજરાત

ઝઘડીયા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTS નાં મહામંત્રીએ નોંધાવી ઉમેદવારી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

ઝઘડીયા સેવાસદન ખાતે બીટીએસ મહામંત્રી તથા ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાનાં પુત્ર દિલીપ વસાવા તથા સરલાબેને બીટીપી માંથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ.

ભરૂચ: ઝઘડીયા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પડઘમ વાગી રહ્યાં છે. ઝઘડીયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો પર બીટીપી, ભાજપા, કોગ્રેસ, આમ આદમી પાટી, બહુજન સમાજ પાર્ટી તથા અપક્ષ જેવી પાર્ટીઓએ પોતાના ઉમેદવારીપત્રો ભરાતાં ઝઘડીયા તાલુકામાં રાજકીય ગરમાવો  જોવા મળ્યો છે. ઝઘડીયા તાલુકાના બીટીપીના તથા ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ રાજપારડી જીલ્લા પંચાયત માટે તથા સરલાબેન વસાવાએ ધારોલી જીલ્લા પંચાયત માટે બીટીપી માથી મોટી સંખ્યામાં બીટીપી તથા બીટીએસ કાર્યકરો સાથે ઝઘડીયા તાલુકાના સેવાસદન ખાતે પહોંચી જિલ્લા પંચાયતની બેઠકો પોતાની ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ ઉપરાંત આજે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ દિવસ હોય કોંગ્રેસ અને ભાજપમાં પણ જિલ્લા પંચાયતની ૪ બેઠકોના તથા ૨૨ ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકો માટે એ ઉમેદવારીપત્રો ભરાયા હતાં 

  • ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકો માટે અનેક ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિને ઝઘડિયા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં અલગ અલગ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તેમના ટેકેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેથી સેવા સદન ખાતે ઝઘડિયા પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકાઈ ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है