દક્ષિણ ગુજરાત

જિલ્લા જેલ ખાતે સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ “ દશવી “ પ્રોજેક્ટર મારફતે નિહાળી :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

રાજપીપલા જિલ્લા જેલ ખાતે સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ “ દશવી “ પ્રોજેક્ટર મારફતે સહુ કોઈએ નિહાળી;

     રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન અને રાજપીપલા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષકશ્રી કે.ટી.બારીયાની રાહબરી હેઠળ તાજેતરમાં રાજપીપલા જિલ્લા જેલ ખાતે જીલ્લા જેલમાં સજા ભોગવતાં તમામ બંદિવાનોએ બોલીવુડ ફિલ્મ “ દશવી “ ફિલ્મ પ્રોજેક્ટર મારફતે સહુ કોઈએ નિહાળી હતી.

     અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેલમાં રહીને અભ્યાસ કરવા અંગેની હમણાં જ રીલીઝ થયેલ બોલીવુડ ફિલ્મ “ દશવી “ દ્વારા જેલમાં કેવી રીતે શિક્ષણ મેળવું તેમજ જેલમાં જ શિક્ષા કેળવવા અંગેની જીજ્ઞાશા થાય અને શિક્ષાનું સિંચન કરી જ્યારે સમાજમાં પાછા ફરે ત્યારે એક સારા નાગરીક બને અને સમાજમાં પુન:વર્સન થાય તે હેતુસર આ ફિલ્મ રાજપીપળા જીલ્લા જેલના તમામ બંદિવાનોએ નિહાળી હતી. દશવી “ ફિલ્મ જોઇ તમામ બંદિવાનોમાં શિક્ષા કેળવવા અંગેની વધુ જીજ્ઞાશા જોવા મળી હતી.

આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના સ્ટાફ શ્રી બાબુભાઇ એન.તડવી, શ્રી સૌરભભાઇ વસાવા અને શ્રી કાનજીભાઇ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है