દક્ષિણ ગુજરાત

ગોડદા ગામે પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી એક દિવસય ખેડૂત તાલીમનું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગોડદા ગામે પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી એક દિવસય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું;

સાગબારા: GACL એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સાગબારા તાલુકાની 5 BMC કમિટીના 100 સભ્યોના ખેતરમાં ઔષધિ રોપાનું વાવેતર કરી તેમાંથી ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી ગોડદા આશ્રમ શાળામાં એક દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં ઔષધિના નિષ્ણાત બોટનિસ્ટ ફ્રાન્સિસ ભાઈ દ્વારા સમજણ આપવામાં આવી હતી. આપણા જંગલોમાં મળતી ઘણી ઔષધિનો ઉપયોગ અને ક્યા રોગો માટે કરવો જોઇએ તે પણ સમજાવવામાં આવ્યું હતું. સાથે જણાવવામાં આવ્યું કે અહીં પણ ભાજી હરીફાઈ રાખવામાં આવશે તથા લુપ્ત થતી વનસ્પતિનું લીસ્ટ બનાવી તેની નર્સરી તૈયાર કરી ફરી થી ઉછેર કરવામાં આવશે. સંસ્થાના નિયામક હિંમતભાઇ દ્વારા પ્રોજેક્ટ ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આશ્રામ શાળાના આચાર્યશ્રી  દ્વારા પોતાના અનુભવ રજુ કર્યાં અને ભાર પૂર્વક પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે બધા એ આવા  કાર્યક્રમમાં ખંતથી જોડાઈને આપણી લુપ્ત થતી સંસ્કૃતિ ને બચાવવી જોઇએ, એ આપણી પ્રાથમિક ફરજ થઇ પડે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है