દક્ષિણ ગુજરાત

કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો લેવાયો નિર્ણય:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા સર્જનકુમાર

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો લેવાયો નિર્ણય: ગણત્રીના દિવસોમાં ખૂબજ ટૂંક સમયમાં કરાશે અમલવારી:

કોરોનાના RTPCR ટેસ્ટના પરિક્ષણ માટે રાજપીપલામાં જ લેબોરેટરીની સુવિધા ઉભી કરવાનો પ્રજાકીય જનસુખાકારીનો લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : સક્ષમકક્ષાએ જરૂરી દરખાસ્ત મોકલવા જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરની આરોગ્યતંત્રને સૂચના : મંજૂરી પ્રક્રીયાના ફોલોઅપ માટે પૂરતા સહયોગની શ્રી હૈદરની ખાતરી:

 

કોરોનાના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સઘન બનાવવા જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરની હિમાયત : રોજબરોજનું મોનીટરીંગ વધુ અસરકારક બનાવવા અપાયો નિર્દેશ;

આજથી રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયત ૧૫ જેટલા કેન્દ્રો ખાતે કોરોના RTPCR ટેસ્ટની કામગીરી હાથ ધરી તેને વધુ સઘન બનાવાશે;

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરે યોજેલી બેઠકમાં કોવિડ-૧૯ સંદર્ભના પાસાંઓ વિષેના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા : પરિણામલક્ષી કામગીરી માટે શ્રી હૈદરનું અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન: 

રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી તેમજ કોવિડ-૧૯ સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા શ્રી એસ.જે. હૈદરે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોર સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે યોજેલી બેઠકમાં રાજપીપલા ખાતે આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે, જેનો ગણત્રીના દિવસોમાં ખૂબજ ટૂંક સમયમાં અમલ કરાશે.

       નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોનાના RTPCR ટેસ્ટ લેવાયા બાદ તેના પરિક્ષણ માટે વડોદરા કે સુરતમાં ટેસ્ટના નમૂના મોકલવાને બદલે રાજપીપલા ખાતેજ આવા નમૂનાના પરિક્ષણ માટે નવી લેબોરેટરી ઉભી કરી તેના રિપોર્ટ ઝડપથી મળી રહે અને તે દ્વારા વડોદરા કે સુરતની સરકારી હોસ્પિટલની લેબનું ભારણ ઘટાડવા માટે પણ ગંભીરતા પૂર્વક ચર્ચા-વિચારણા કરાઇ હતી અને રાજપીપલા ખાતે RTPCR ટેસ્ટ માટે નવી લેબોરેટરી ઉભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે અન્વયે પ્રભારી સચિવશ્રી હૈદરે જરૂરી ટેકનીકલ અને વહિવટી માર્ગદર્શન પુરૂં પાડી આ અંગેની માર્ગદર્શિકા મુજબ સત્વરે સક્ષમકક્ષાએ જરૂરી દરખાસ્ત મોકલવાની કાર્યવાહી હાથ ધરવા અપાયેલી સૂચના મુજબ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ અંગેની પ્રાથમિક કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.આ લેબની મંજૂરી પ્રક્રીયાના ફોલોઅપ માટે પૂરતા સહયોગની પણ શ્રી હૈદરે આ બેઠકમાં ખાતરી ઉચ્ચારી હતી.

 જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે રાજપીપલા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કોરોના ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા, કોરોના ટેસ્ટીંગ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવા, રોજબરોજની મોનીટરીંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા, કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના વપરાશનો એક મહિનાનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા, કોરોના ટેસ્ટીંગ અને રસીકરણની રોજબરોજની નિર્ધારિત કામગીરી પૂર્ણ થાય તે રીતની કાર્ય વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને આ કામગીરી પરિણામલક્ષી બની રહે તે અંગે શ્રી હૈદરે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કે.પી. પટેલના જણાવ્યાં મુજબ જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે હાલમાં રાજપીપલાની કોવિડ-૧૯ ની હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા છે તેને તાત્કાલિક ૨૦૦ બેડની ક્ષમતા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવા જિલ્લાકક્ષાએ આપેલી સૂચનાની અમલવારી ટૂંક સમયમાં જ અત્રેથી જિલ્લાકક્ષાએ કરી દેવામાં આવશે. તેમજ RTPCR ટેસ્ટના નમૂના પરિક્ષણ માટે વડોદરા જતા હતા તેની જગ્યાએ આ સુવિધા નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે જ ઉપલબ્ધ થાય તે માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવા અને તેમાં જરૂરી સહયોગ પુરો પાડવા જિલ્લા આરોગ્યતંત્રને જણાવેલ છે. આ બાબતે ટૂક સમયમાં RTPCR ટેસ્ટ અહીં જ થાય અને તેનું પરિણામ પણ અહીંથી જ મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ ડૉ. પટેલે વધુમાં ઉમર્યુ હતું.     

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है