દક્ષિણ ગુજરાત

કેવડિયા PMના કાર્યક્રમમાં ગયેલા તમામના કોરોના ટેસ્ટ કરી તમામને ફરજીયાત ૧૪દિવસના કોરોન્ટાઇન કરવાની આમઆદમી પાર્ટીની માંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

આમઆદમી પાર્ટીએ નર્મદા કલેકટર, મામલતદાર તથા સાગબારા પોલીસને આવેદન આપતા ચકચાર:

કેવડીયામા ૨૪થી વધારે કર્મચારીઓના કોરોના સંક્રમીત વધતા જતા કેસોને લઈને ચિતાનો વિષય:

રાજપીપળા: કેવડિયા ખાતે પી.એમ. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમા સાગબારા તાલુકાના કાર્યકર્તાને કોરોનાટેસ્ટ તેમજ જીલ્લાના તમામ તાલુકાના કાર્યકર્તાને કોરોના ટેસ્ટ કરી કોરોન્ટાઈન કરવા બાબતે આમ આદમી પાર્ટીએ નર્મદા કલેકટર, મામલતદાર તથા સાગબારા પોલીસને આવેદન આપતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં જણાવ્યુ છે કે હાલ કોરોના મહામારીના લીધે વિશ્વવ્યાપી ભય ફેલાઈ રહયા છે. અને દિવસે દિવસે કરોના સંક્રમિતના કેસો વધી રહયા છે. વર્તમાનમાં કોઇ વેકસીન ઉપલબ્ધ નથી તેવા સમયે કેવડિયા ખાતે ભારતના વડાપ્રધાન કેવડિયા ખાતે જંગી જનમેદની સાથે કાર્યકમ કરેલ છે. જેમા ૨૪ થી વધારે કર્મચારીઓના કોરોના સંક્રમીત થયેલ છે.

ઉપરોક્ત વડાપ્રધાન નરેન્દ્રમોદીના તેમજ નર્મદા જિલ્લાના કાર્યક્રમમાં તમામ તાલુકાના કાર્યકરો પણ કેવડિયા ખાતે ગયેલ છે. જેઓને ફરજીયાત પણે કોરોના ટેસ્ટ લઇ અને ફરજીયાત ૧૪ દિવસના કોરોન્ટાઇન કરવામા આવે, જેથી અન્ય કોઈ સ્થાનીક વ્યક્તિને કોરોનાની અસરથી બચાવી શકાય .જે સરકારી તંત્રની જવાબદારી થાય છે, ત્યારે અમારી માંગ છે કે જેટલા પણ કાર્યકર્તાઓ કેવડિયા ખાતે કાર્યક્રમમાં ગયેલા હોય જેનો કોરોના ટેસ્ટ લઇ ફરજીયાત ૧૪ દિવસના કોરોન્ટાઇનકરવામા આવે જો આ કાર્યવાહી નહી કરવામાં આવે તો જીલ્લા કોરોના સંક્રમણ બાબતની તમામ જવાબદારી નર્મદા કલેકટરની તેમજ જીલ્લાના સંપૂર્ણ પોલીસ તંત્રની અને
સરકારી તંત્રની રહેશે તેમ જણાવતા તંત્ર હરકતમા આવી ગયુ હતુ. હવે એ જોવુ રહયુ કે તંત્ર કોરોના ટેસ્ટ કરાવે છે કે નહીં.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है