
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આજ રોજ તારીખ 19/01/2022 આમ આદમી પાર્ટી ડાંગ ઘ્વારા ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ અને ડાંગ જીલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રતનસિંગ ચૌધરીની આગેવાની માં ડાંગ જીલ્લા અધિક કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
પ્રતિશ્રી.
મહામાહિમ રાજ્યપાલ સાહેબશ્રી
ગુજરાત રાજ્ય
સ્વર્ણિમ સંકુલ -1 સચિવાલય ગાંધીનગર
વિષય :- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન-ગુજરાત સરકારની જાહેરાત માં આદિવાસી સમાજ માટે “ઈસમો” તરીકે અપમાન જનક શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવેલ તે શબ્દ ને હટાવવા બાબત.
જય પ્રકૃતિ પૂજક સાથે આપ સાહેબ ને જાણવાનું કે આદિજાતિ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન-ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે “ઈસમો” તરીકે અપમાન જનક શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવ્યો.
અગાઉ આદિવાસીઓને વનવાસી, વનબંધુ બનાવી દેવામાં આવ્યા છે. અને હવે ઈસમો? શુ આદિવાસી હોવું ગુનો છે કે ગુનેગારો માટે વપરાતો શબ્દ “ઈસમો” જે અમારા આદિવાસી સમાજ માટે વાપરવામાં આવ્યો છે એ આદિવાસી સમાજ માટે અપમાનજનક છે.
આદિવાસી સમાજ ના માણસોને “ઈસમો” શબ્દ વાપરી આદિવાસી ઓની સંસ્કૃતિ ને નાશ કરવાનું કાવતરું દેખાઈ રહયું છે.
જેથી આમારી આપ સાહેબ ને વિનંતી છે કે *”ઈસમો”* શબ્દ તાત્કાલિક હટાવવામાં આવે અને આદિવાસીઓ ના અપમાન માટે સરકાર માફી માંગે અને આદિજાતિ વિકાસ કોર્પોરેશન ના કાર્યપાલક નિયામક તથા આદિજાતિ વિકાસ કોર્પોરેશન ના ચેરમેન ને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે એવી આમ આદમી પાર્ટી ડાંગ તેમજ આદિવાસી સમાજ ડાંગ જીલ્લાની લાગણી અને માંગણી છે.
હાલ. કોરોના ના ત્રીજા વેવને ધ્યાને રાખી અમે કોઈ મોટો પ્રોગ્રામ કે આંદોલન હાથ નથી. ધરતા પરંતુ જો આદિજાતિ વિકાસ કોર્પોરેશન-ગુજરાત સરકાર ઘ્વારા “ઈસમો” શબ્દ હટાવામાં નહિ આવે તો.જેવી કોરોના ની સ્થિતિ સામાન્ય થાય કે તરતજ ઉમરગામ થી લઇ અંબાજી સુધી ના આદિવાસી પટ્ટા ના નાગરિકો ને સાથે લઇ ને આમ આદમી પાર્ટી ડાંગ તેમજ આદિવાસીના હિતમાં આદિવાસી ને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આદિવાસીઓને આદિવાસીજ રહેવા દો.
આદિવાસીઓને આદિવાસી હોવાનો તેમને ગર્વ પણ છે.
બિડાણ કરવામાં આવેલ અન્ય પુરાવા: (1) ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન (ગુજરાત સરકાર)ની ન્યૂઝ પેપર આપેલ તારીખ 16/01/2022 નું કટિંગ ની જાહેરાત સામેલ છે.
સદર બાબત ની નકલ નીચેના ક્રમ મુજબ રવાના કરવામાં આવી હતીઃ
(1) મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય
(2) આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર
(3) આદિજાતિ વિકાસ ડિરક્ટર શ્રી બાબુરાવ ચોર્યા સાહેબ
(4) પ્રયોજના વહીવટદાર કે. જે. ભગોરા સાહેબ આહવા ડાંગ