બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

જંગલ અને જમીન બચાવવા બાબતે BTP તેમજ BTS દેડીયાપાડા દ્વારા મામલતદારને આવેદનપત્ર.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

73 AA આદીવાસીઓની જમીનમાં ફેરફાર નહી કરવા, તથા જંગલોને ખાનગી કંપનીઓને હવાલે નહી આપવા બાબતે BTP તેમજ BTS દેડીયાપાડા દ્વારા મામલતદારને સુપ્રત કરાયું આવેદનપત્ર.

દેડીયાપાડા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા મામલતદાર કચેરી ખાતે આજ રોજ BTP તેમજ BTS નાં હોદેદારો તથા કાર્યકરો દ્વારા 73 AA આદીવાસી ઓની જમીનમાં ફેરફાર નહી કરવા, તથા જંગલોને ખાનગી કંપનીઓને નહી આપવા બાબતે દેડીયાપાડા મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું , જેમાં ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી ના વિસ્તારમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે, આદીવાસી સમાજ મુખ્યત્વે વરસાદી ખેતી પર નભે છે, આદીવાસી વિસ્તારમાં સિંચાઇ ની સુવિધાનો પણ અભાવ છે, આદીવાસી સમાજ માં જમીનના ભાગ પડી જવાથી કુટુંબ દીઠ ઓછી જમીન ધરાવે છે,તેઓની જમીનો છીનવાઈ ન જાય તે માટે સરકારે 1961 માં 73AA તથા 1981માં 73AA જેવા કાયદાની જોગવાઈ કરેલી છે, નથી બીજા સમાજના પૈસાદાર લોકો આદિવાસીઓની જમીનો પાડવી ના શકે, જે આદિવાસી ઈસમે જમીન વેચવી હોય તેના માટે સરકાર શ્રીની પરમિશન લઈ ભાડા પેટે આપવાની જોગવાઈ કરેલી છે, કેન્દ્ર સરકાર દ્વારા સરકારી સાહસો ને એક પછી એક ખાનગી કંપનીઓને અને ઉધોગપતિ ઓને આપી રહી છે,તેજ રીતે નીતિ આયોગ દ્વારા જંગલોને પુનઃ જીવિત કરવા માટે અને વિકસાવવા માટે પીપીપી મોડેલ બનાવવા ખાનગી કંપનીઓને સોંપવાની વિચારણા કરી રહી છે, જંગલો પર ધ્યાન આપવું અને જંગલોને વિકસાવવા એ સારી વાત છે,પણ આ કામ ખાનગી કંપનીઓ ને સોંપવા થી જંગલ વિસ્તાર માં વસનાર આદિવાસી સમાજ મુશ્કેલીમાં મુકાઇ જશે, વર્ષો થી જંગલોમાં વશનારો આદીવાસી સમાજનો જંગલો સાચવવાં નો અમૂલ્ય ફાળો રહ્યો છે,આ યોજના ની અમલવારી થી સૌથી વધારે અસર આદિવાસી સમાજને થશે, ખાનગી કંપનીઓ ને સોંપવા થી જંગલો, જમીનો,પાણીના સ્રોતો, વન પેદાશો, ઔષોધીઓ પર આદિવાસી ઓનો હક્ક છીનવાઈ જશે, જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે, જેથી પશુ પાલન ના ચારણ માટે પણ મુશ્કેલી ઊભી થશે. અને જંગલોને ખાનગી કંપનીઓને સોંપવાની નીતિ આયોગ ની વિચારણા ને અને 73AA નાં કાયદામાં સુધારા કે ફેરફાર કરવાની જાહેરાત ને સમગ્ર આદિવાસી સમાજ ઝીણવટ પૂર્વક ધ્યાન રાખીને બેઠો છે, અને જો અમલવારી કરવામાં આવશે તો સમગ્ર આદિવાસી સમાજ ભેગો કરી ભીલિસ્થાનન ટાઇગર સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી BTS નાં કાર્યકરોએ ચીમકી આપી હતી.

ગીર,બરડા,આલેચ વિસ્તારના RBC ને જે ખોટા આદિવાસીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં આજરોજ BTS સંગઠન દ્વારા દેડીયાપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં જો સરકાર દ્વારા ખોટા પ્રમાણપત્ર રદ કરવામાં નહિ આવે,ખોટા પ્રમાણપત્ર મેળવી નોકરી કરતા નોકરિયાતોને સજા નહિ મળે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવા માં સરકાર જો અસફળ થશે તો ફરી પાછા આંદોલનો કરવામાં આવશે તેમજ મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પણ ખાલી તમાસો જ જોયા કરશે અને RBC મુદ્દે ખુલીને આદિવાસી સમાજ સાથે આવીને ન્યાય અપાવવામાં મદદરૂપ નહિ થાય તો આદિવાસી સમાજ આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓના આદિવાસી વિસ્તારોમાંથી સૂપડા સાફ કરી નાખશે…(ભીલીસ્થાન ટાઈગર સેના)

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है