બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

ગૃહ મંત્રાલયે લૉકડાઉન-૪ અંગે રાજ્ય સરકારોને આપ્યા આદેશ:

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આ વિશે લખ્યું છે કે લૉકડાઉનમાં રાહત જરૂર અપાઇ છે, પરંતુ રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સને બાજુએ રાખતા પ્રતિબંધોને ઓછા કરી શકશે નહીં!

નવી દીલ્હી:  હવે આ મામલે ગૃહ સચિવે રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે લૉકડાઉન પ્રતિબંધોમાં વ્યાપક છૂટ મળવા છતા, રાજ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ લગાવેલા પ્રતિબંધોને ઘટાડી શકશે નહીં. આ ઉપરાંત જો રાજ્ય ઇચ્છે તો અન્ય ગતિવિધિઓ પર રોક લગાવી શકે છે. પરંતુ પ્રતિબંધો ઘટાડી શકશે નહીં.

  • રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ પ્રતિબંધોને ઓછા કરી શકશે નહીં

કેન્દ્ર સરકારે રવિવારે 31 મે સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીના નિવેદન મુજબ, લૉકડાઉન 4.0 નવા નિયમો વાળુ છે. લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારોને કેવા પ્રકારે છૂટ આપી શકાય તેની સ્વતંત્રતા આપી છે. રાજ્ય સરકારો પોતાની રીતે દુકાનો ખોલવાથી લઇને અન્ય ગતિવિધિઓ પર નિર્ણય લઈ શકે છે.

નોંધનીય છે કે લૉકડાઉન 4.0 ની જાહેરાત કરતા કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે કોરોના સંક્રમણના સંકટને જોતા તે ઝોન નક્કી કરે. દુકાનો કેવી રીતે ચાલુ કરાશે અને આંતરરાષ્ટ્રીય પરિવહન કેવી રીતે ચાલુ કરાશે તેનો નિર્ણય રાજ્ય સરકારોને જ લેવાનો છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા હોલ, મોલ, ધાર્મિક કાર્યક્રમોથી લઇને સ્કૂલ-કોલેજ અને રાજકીય આયોજનો સહિત તમામ પ્રતિબંધો લગાવ્યા છે, તેમા રાજ્ય સરકારો છૂટ આપી શકશે નહીં.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. રાજ્યમાં બસ સેવા થશે ચાલુ પરંતુ અમદાવાદમાં રોક!

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં ઓડ ઈવન નંબરને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અમુક વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની  મજૂરી આપાય છે.

નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.  સમગ્ર રાજયમાં રેસ્ટોરન્ટ  માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે. લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી છે. હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે ચાલુ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है