રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

કુલ ૪૪,૦૦૦ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા માસ CL મુકી દેવા ચીમકી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી : સાતમા વેતનપંચના ભથ્થા (એલાઉન્સ) માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. (જીયુવીએનએલ) અને તેની સંલગ્ન કંપનીના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા જાહેર કરેલ આંદોલનના ભાગરૂપે તા. ર૧.૦૧.ર૦ર૧ ના રોજ માસ સી.એલ. ઉપર જવાનો નિર્ધાર કરેલ છે, અને અત્યાર સુધીમાં કુલ ૪૪,૦૦૦ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. મુકી દેવામાં આવી છે. સરકાર દ્વારા વિજ કર્મચારીઓની ભયંકર ઉપેક્ષા કરેલ હોવાની લાગણી સાથે સરકારની અનિર્ણાયક નીતિ સામે આંદોલન અત્યંત જરૂરી હોવાથી નાછૂટકે તા. ૨૧.૦૧.૨૦૨૧ ના રોજ માસ સી.એલ. ઉપર જવાનો. નિર્ધાર કરેલ છે.

વીજ કર્મચારીઓના કિસ્સામાં જીયુવીએનએલ સ્વાયત્ત સંસ્થા છે. અમારા પગાર પંચ માટે સરકાર દ્વારા નાણાંકીય ભંડોળ આપવાનું હોતું નથી. પરંતુ, જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓ દ્વારા જ પગારપંચ ના નાણાંકીય આયોજન સ્વનિર્ભર રીતે કરાય છે અને સાતમા પગારપંચનો નાણાંકીય બોજા માટે બજેટ માં અલગ જોગવાઈ કરી દિધેલ છે ત્યારે સરકાર દ્વારા તો ફકત નાણાકીય બોજ વગર ઓપચારિક મંજુરી આપવાની હોય છે. ઉપરાંત સરકારના ઉર્જા મંત્રી દ્વારા (જાન્યુઆરી, 2020 Hi 8) પગારપંચ ના એલાયન્સ ની તા.૦૧.૦૧.૨૦૧૬ થી એરિયર્સ સહિત ની રકમ ચૂકવવા જાહેરાત કરેલ હોવા છતાં નાણાંખાતા દ્વારા અગમ્ય કારણોસર ઔપચારિક સૈદ્ધાંતિક મંજુરી પણ આપવામાં આવેલ નથી. હવે ઉર્જા મંત્રીશ્રી ની જાહેરાતના એક વર્ષ બાદ પણ કોઈ હકારાત્મક પરિણામ ન આવતા જીયુવીએનએલ ના તમામ માન્ય યુનિયન/અસોશિએશનો દ્વારા ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક થઈ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિની રચના કરી આ આંદોલન ના શ્રીગણેશ કરવામાં આવેલ છે. આ હકીકત જાહેર જનતા જોગ આપવી જરૂરી છે જેથી જાહેર જનતાને લેશમાત્ર શંકા ન રહેવી જોઇએ કે વીજ કર્મચારીઓ જાહેર જનતાને બાનમાં લે છે.

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ જાહેર જનતાને ખાસ વિનંતી કરે છે કે, તા. ર૧.૦૧.૨૦૨૧ ના રોજ માસ સી.એલ. ના કારણે દરેક વિદ્યુત કચેરીના ઇજનેરશ્રીઓ તથા ટેકનીકલ સહિતના તમામ કર્મચારીઓપણ ગેરહાજર રહેવાના હોવાથી ગુજરાત રાજયમાં કોઇપણ જગ્યાએ વીજ વિક્ષેપ પડે તો તે માટે વૈકલ્પીક વ્યવસ્થા રાખવા વિનંતી છે. ખાસ કરીને રાજયની દરેક હોસ્પીટલો કે જયાં બિમાર વ્યકિતઓને દાખલ કરેલ છે અથવા ખાસ કટોકટી દરમ્યાન ઓપરેશન્સ કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે વૈકલ્પીક વ્યવસ્થા રાખવા વિનંતી છે. વધુમાં, જે ઉદ્યોગો ૨૪ કલાક સતત વિજ વપરાશ કરે છે તેઓને તથા અન્ય તમામ ઔદ્યોગિક સંસ્થાઓ, ગુજરાત રાજયના તમામ નાગરીકોની અમો વિજ કર્મચારીઓ કોઇ તાંત્રિક ખામી રીપેર નહિ થવાના કારણે ઉભી થનાર વિજ પુરવઠા માં વિક્ષેપ અનુભવાય તો ક્ષમા પ્રાર્થીએ છીએ. ગુજરાત રાજયના કોઇપણ સ્થળે તા. ર૧.૦૧.૨૦૧૧ ના રોજ વિજ કર્મીઓની હડતાલના કારણે વિજ વિક્ષેપ સર્જાય અને તેના કારણે કોઇપણ પ્રકારનું ચલ-અચલ નુકશાન થાય તો અમો વિજ કર્મીઓ જવાબદાર નથી. પરંતુ, તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે, જે વિદિત થાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है