શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં;
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના શહિદ સૈનિકોનાં પરીવારની મુલાકાત લઈ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં, તેઓની સહાદત કદી ભુલાય તેમ નથી, આપણાં સમ્માન કરતાં તેઓની ઘણી મોટી છે, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વાસવાની આગેવાની તાલુકાના મા ભોમની રક્ષા માટે ફરજ દરમ્યાન શહીદ થયેલા સૈનિકોના પરિવારની મુલાકાત કરી પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમા નિવાલ્દા ગામના સ્વ. રમેશચંદ્ર જાતરીયા વસાવા કે જેઓ CRPF માં પંજાબ ખાતે શહિદ થયા હતા. તેમના પરીવાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે મોટાસુકાઆંબા ગામનાં સ્વ.રમેશભાઈ છગનભાઇ વસાવા કે જેઓ Army માં ચંદીગઢ ખાતે શહિદ થયા હતા. તેમના પરીવાર ની મુલાકાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોતિલાલ વસાવા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, જીલ્લા પંચાયત સભ્ય ખાનસીંગ વસાવા, મંડળ પ્રમુખ ઇશ્વરભાઈ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઇ, જીલ્લા એસ.સી.મોરચા મહામંત્રી જીવણભાઈ પરમાર, સંગઠન મહામંત્રી ધરમસિંગભાઈ તથા મનસુખભાઇ, સામાજીક આગેવાન પ્રતાપભાઈ, રોહિતભાઈ, રાકેશભાઈ વગેરે હાજર રહ્યા.