
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પાપડ-ભૂંગળા પર લગાવેલ ૧૮% જીએસટી સરકાર પાછું ખેંચે : જુનેદ પટેલ
સંવેદનસીલ સરકાર નો અસંવેદનસીલ નિર્ણય સામે ગુજરાત યુથ કોંગ્રેસ રિસર્ચ ડિપાર્ટમેન્ટની નારાજગી..!! સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચે તે જરૂરી.
દેશમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે અને ગરીબ લોકો લારીઓ ઉપર ભૂંગળા લઈ બાળકોને ખવડાવે છે. સમાન્ય ગરીબ વર્ગ નાં લોકો હોટલ કે મોંઘા ભોજન કરાવી શકતા નથી બીજી તરફ હજારો બહેનો પાસે કોઈ રોજગાર ન હોવાથી તેઓ પાપડ કે ભૂંગળા જેવા ઘરેલુ ઉત્પાદન મારફતે રોજી મેળવે છે તાજેતરમાં મળેલી ૪૮મી જી.એસ.ટી કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ આપી દેવાતા હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮% જી.એસ.ટી લાગવા જઈ રહ્યો છે પરિણામે હવે પાપડ ભૂંગળા જેવી સામાન્ય લોકોનાં જીવન ઉપયોગી ચીજવસ્તુ મોંઘા થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં વર્ષે લગભગ 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. હવે જીએસટી લાગતા લોકોને ૨૮૦ રૂપિયે કિલો મળતા પાપડ ઉપર ૫૦ રૂપિયાનો વધુ બોજ આવશે. જેથી પાપડ ૩૩૦ રું પહોંચશે.
ગુજરાત યુથ કોંગ્રેસ રિસર્ચ ડિપાર્ટમેન્ટ નાં સ્ટેટ કોર્ડિનેટર જુનેદ પટેલ એ જણાવ્યું હતું કે સામાન્ય રીતે મોટાભાગે મહિલાઓ પાપડના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એવામાં પાપડનું ઉત્પાદન કરનારા ગૃહ ઉદ્યોગોને પાપડ-ભૂંગળા જેવી ચીજવસ્તુઓ લેનાર – વેચનાર ને ભાવ વધારો થતાં જેની સીધી અસર સમાન્ય લોકો ઉપર પડશે. જેને લઈ સ્ટેટ કોર્ડિનેટર જુનેદ પટેલ દ્વારા સરકાર ને અખબારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાપડ-ભૂંગળા પર લગાવેલ જી.એસ.ટી ફરી શૂન્ય કરવા માં આવે જેથી સમાન્ય લોકો ને રાહત થાય.