મારું ગામ મારાં ન્યુઝ

BTP પાર્ટીની આગેવાનીમાં આદિવાસી સમાજ એક જૂથ થઈ પીડિતાનાં ન્યાય માટે આવેદનપત્ર આપ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નેત્રંગમાં BTP પાર્ટીની આગેવાનીમાં આદિવાસી સમાજ એક જૂથ થઈ પીડિતા નાં ન્યાય માટે આવેદનપત્ર આપ્યું;

પીડિતાને ન્યાય આપો, નરાધમને ફાંસીએ લટકાવો અને હાય રે ભરવાડ, હાય હાય : આદિવાસી સમાજ દ્વારા નારા લગાવવામાં આવ્યા હતાં,

બજારના વેપારીઓ અને નાના ધંધાદારી લોકોએ દુષ્કર્મની ઘટનાને લઈ રાખેલા બંધ ને સર્મથન આપી દુકાનો બંધ રાખી હતી, 

નેત્રંગ પંથકમાં સગીરા પર થયેલાં દુષ્કર્મની ધટનના ધેરા પ્રત્યાઘાતો અને પડઘા પડ્યા હતા. BTP પાર્ટી અને આદિવાસી સમાજના વડીલો પીડિતાના સમર્થનમા રાષ્ટ્રપતિને સંબોધીને નેત્રંગ મામલદારને આવેદન પત્ર આપ્યુ હતું. જ્યાં ભોગ બનનાર સગીરાનો કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી માગ કરી હતી.

BTP અને BTTSના આગેવાનો આદિવાસી સમાજના અગ્રણીઓ અને સામાન્ય જનતા પણ આ રેલીમાં જોડાઈ હતી. BTPની ઓફિસથી મામલતદાર કચેરી સુધી પીડિતાને ન્યાય આપો, નરાધમને ફાંસીએ લટકાવો અને હાય રે ભરવાડ, હાય હાયના નારા સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જયારે બીજી બાજુ નેત્રંગ તાલુકાના બજારો પણ સજજડ બંધ રહ્યાં હતાં. વેપારીઓ અને નાના ધંધાદારી લોકોએ સર્મથન આપી દુકાનો બંધ રાખ્યા હતાં.

એક તરફ નેત્રંગ પંથકમાં દુષ્કર્મ ની ધટના બને છે અને તેના સમર્થનમાં તમામ લોકો એકજૂથ થયાં છે ત્યારે એક દિવસે યુપીની ચૂંટણીમાં બીજેપીને જીત મેળવતા વિજયઉત્સવ મનાવ્યો હતો. ત્યારે લોકોમાં ગણગણાટ સાથે રોષ જોવા મળ્યો હતો. કે, સમાજની સગીરા ઉપર દુષ્કર્મ આચવામાં આવે છે બીજી તરફ ટાઉનમાં ગ્રામપંચાયતથી લઈ રાજ્ય સરકાર સુધી બીજેપીની સરકાર છે,છતાં બીજપીના કોઈ નેતા કે આગેવાને એની દરકાર લીધી નોહતી. અને વિજયોત્સવ મનાવ્યો હતો. ગુજરાતના બીજા કોઈ ખૂણામાં કોઈ ધટના બને તો આ સરકાર વતી આવેદનનો મારો ચલાવવા આવે છે, પણ આજે તાલુકાની પ્રજામાં દુષ્કર્મની ધટનાના પડઘાં હજુ શાંત પણ નથી થયાં ત્યાં સ્થાનીક હોદેદારો વતી યુપીની ચૂંટણીમાં ભાજપની જીતના ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. 

     આદીવાસીઓને સરકાર ફ્કત વોટબેંક તરીકે ઉપયોગ કરે છે.  પરેશ વસાવા પૂર્વ સિચાઇ ચેરમેન આદિવાસી સમાજની સગીરા ભોગ બની ત્યારે બીજેપી નેતાઓ ક્યાં ગયા ? દરેકની દરકાર રાખવાની વાત કરતા નેતા સગીરાના કુટુંબને સાંત્વના આપવા તો આવતાં. ત્યારે હવે સમજવાની જરુર છે કે આદીવાસીઓને સરકાર ફ્કત વોટ બેંક તરીકે ઉપયોગ જુએ છે. તમારા સાથે થયેલા કોઈ પણ પ્રકારના અત્યાચાર થાય પણ એમને કોઈ ફર્ક પડતો નથી એ સાબિત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है