શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડીયા સ્કૂલ ખાતે વાર્ષિક કાર્યક્રમનું આયોજન:
સર્જન વસાવા, ડેડીયાપાડા : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે આજ રોજ તેમના શૈક્ષણિક સત્રના વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે નર્મદા જિલ્લાના ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી એમ. આર. વસાવા, આર. ડી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફ, વાલીઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મંગળાચરણ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. ડાન્સ, નાટક, ભજન અને મનોરંજક પ્રવૃત્તિઓએ સવૉને મંત્રમુગ્ધ કરી દીધા.
ચીફ ગેસ્ટ શ્રી એમ. આર. વસાવાએ તેમના પ્રવચનમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજસેવાનો મૂલ્ય અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે શાળાના શિક્ષણના સ્તર અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.
આ વાર્ષિક કાર્યક્રમ શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું પ્રતિક છે અને આવી ઉજવણીઓથી વિદ્યાર્થીઓને નવી પ્રેરણા મળી છે.