મારું ગામ મારાં ન્યુઝ

લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમાને 147 મી જન્મ જયંતી નિમિત્તે સૂતરની આટી તથા પુષ્પાંજલિ અર્પણ કરતા સાંસદ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

માંડવી નગરપાલિકા દ્વારા વલ્લભ વડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલજી ની પ્રતિમાને 147 મી જન્મ જયંતી નિમિત્તે સૂતરની આટી તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

માંડવી નગરપાલિકા દ્વારા ઐતિહાસિક સ્થળ વલ્લભ વડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ સૂતર ની આંટી તથા પુષ્પાજલી અર્પણ કરાય. આ સમગ્ર કાર્યક્રમ સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસી, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ ઉપપ્રમુખ પ્રતિકભાઇ રબારી કારોબારી અધ્યક્ષ શાલીનભાઈ શુક્લ, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ શુક્લ તથા સંગઠનના તેમજ વિવિધ મોરચાઓના હોદ્દેદારો તેમજ પાલિકાના સભ્યશ્રીઓએ લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતા ના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ પોતાનાં વક્તવ્યમા ઉમેર્યું હતું કે, મોરબી ખાતે પુલની ગોઝારી ઘટના બાબતે દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી. અને આ દુર્ઘટનામાં મૃતક અને ઘાયલ પામેલાઓના માટે બે મિનિટ મોન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તથા મૃતક પરિવારો પર આવી પડેલ દુઃખની ઘડીએ તેમને દુઃખ સહન કરવાં પ્રભુશક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી. અને આખર મા સાંસદ શ્રીએ સાંપ્રત સમયમાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે આપણે સાથે મળી  સંકલ્પ કરવાં જોઈએ અને દરેકને આજના પ્રસંગે રાષ્ટ્રીય એકતા ના શપથ લેવડાવ્યા હતાં. 

 પત્રકાર: ઈશ્વરભાઇ સોલંકી (માંડવી)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है